વિજય રૂપાણી સરકાર વિધાનસભાના આ જ સત્રમાં વિદ્યાર્થીઓની શાળાની સત્ર ફી માફ નહીં કરે તો કોંગ્રેસ આ આંદોલનને ગામડે ગામડે લઈ જશે : પરેશ ધાનાણી

553
Published on: 7:22 pm, Thu, 24 September 20

ગુજરાત
ફી માફી

આજરોજ વિધાનસભા ગૃહમાં ટૂંકી મુદ્દતના પ્રશ્નમાં કોંગ્રેસ પક્ષની માંગણી અન્‍વયે રાજ્‍યના વિદ્યાર્થીઓની ફી માફી અંગે રાજ્‍ય સરકારે કોઈ જાહેરાત ન કરતા કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્‍યોએ વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કરેલ.

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના ત્રીજા દિવસે કોંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. શાળાના વિધાર્થીઓની ફી માફી અને આત્મનિર્ભર ગુજરાત માટે સરકારે જાહેર કરેલા પેકેજમાંથી કેટલો ખર્ચો થયો એની માહિતી વિપક્ષે માંગી છે. આ માંગ સાથે કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગૃહની બહાર નીકળી ગયા હતા. આ વોકઆઉટ બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણી સરકાર વિધાનસભાના આ જ સત્રમાં વિદ્યાર્થીઓની શાળાની સત્ર ફી માફ નહીં કરે તો કોંગ્રેસ આ આંદોલનને ગામડે ગામડે લઈ જશે.

કોંગ્રેસે આ વર્ષના એક આખા સત્રની ફી માફ કરવા માટેની માંગ કરી છે. ગુરુવારે વિધાનસભામાં ટૂંકી મુદ્દતના બે સવાલ સરકારને પૂછવામાં આવ્યા હતા. પ્રથમ સવાલ એ હતો કે, જાહેર કરવામાં આવેલા રૂ.14 હજાર કરોડના આત્મનિર્ભર ગુજરાત આર્થિક રાહતના પેકેજમાંથી કેટલી રકમ ખર્ચાય છે? તેનો લાભ કેટલા લોકોને મળ્યો? આ સવાલનો જવાબ આપવાનો સરકારે ઇન્કાર કરી દીધો હતો. ઈમરાન ખેડાવાલાનો બીજો સવાલ હતો કે, કોરોનાની મહામારીના કાળમાં કેટલા લોકોના કેટલા લોકોના ધંધા રોજગાર ઠપ થયા અને કેટલા લોકો બેકાર બન્યા? છેલ્લા 6 મહિનાથી શાળા કોલેજ બંધ છે. આ સમયગાળામાં વાલીઓના ખિસ્સા ખાલી થઈ ગયા છે. છતાં શાળા માફિયા વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી રહ્યા છે. આ સાથે ધમકી આપી રહ્યા છે કે, ફી નહીં ભરો તો બાળકોનું ભાવિ અંધારામાં ધકેલી દેવાશે. શ્રમિકો, ગરીબો, નિમ્ન વર્ગના લોકો, કુશળ કારીગરો, ટેમ્પો ચાલકો, રિક્ષા, ટેક્સી, બાંધકામ શ્રમિકોને કેટલી સહાય મળી તેનો જવાબ દેવામાં રૂપાણી સરકાર નિષ્ફળ સાબિત થઈ છે.

ખરેખર આ પેકેજ નહીં પણ પડીકું છે.અમે વિદ્યાર્થીઓના એક સત્રની ફી માફ થાય એ માટે સંપૂર્ણ રીતે પ્રયત્નો કરીશું. પણ આ માટે વિધાનસભામાં સરકારે નકારો કર્યો છે. યુવા વર્ગનું ભાવિ અંધકારમય ન થાય, સરકારને જગાડવા માટે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, સરકાર ગૃહની અંદર કે બહાર ક્યાંય જવાબ આપતી નથી. ખાલી જાહેરાત કરે છે. વિધાનસભાને પોતાના પ્રચારનું પ્લેટફોર્મ સમજે છે. 18 હજાર ગામડાંના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે સરકાર કોઈ નક્કર પગલાં લેતી નથી. શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે ફી માફી કરવામાં આવે આ વિપક્ષની સ્પષ્ટ માંગ છે. કોર્ટે પણ ઠપકો આપીને સરકારને નિર્ણય લેવા માટે આદેશ કર્યા છે. સરકાર રાજકીય રોટલા શેકવામાં મસ્ત છે. જો ફી માફી નહીં થાય તો સંપૂર્ણ આંદોલનને ગામડે ગામડે લઈ જઈશું.

કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓને શિક્ષણ પુરું પાડી ન શકતી શાળા – કોલેજ સંચાલકો ફી ઉઘરાવવાના ધાંધીયા  ચલાવી રહ્યા છે !! વિદ્યાર્થીઓ – વાલીઓ ફી ભરી શકવાની સ્થિતિમાં નથી.સરકારમાં બેઠેલાઓ પૈકી કેટલાક સંચાલકોની ભૂમિકામાં પણ છે. એટલે સરકાર ફી નિર્ધારણ બાબતે તેમજ ફી ઉઘરાવવા બાબતે અસમંજસમાં છે. એટલે સરકારે ફી નો મામલો કોર્ટ ઉપર નાંખ્યો હતો !! કોર્ટે સરકારની ચાલ સમજી જઈને એ જવાબદારી સરકારની જ છે એવું સ્પષ્ટ જણાવી દીધું !! આમ આદમી પાર્ટી હાઈકોર્ટના આ નિર્ણયને સમર્થન આપે છે.
સરકાર શું કરશે ? દૂધમાં ને દહીંમાં પગ રાખવાની કોશિશ કરશે !


સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ