ગુજરાત માં નવરાત્રી ને લઈને આવ્યા મોટા સમાચાર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો મહત્વનો નિર્ણય

920
Published on: 6:13 pm, Sun, 27 September 20

ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે આ વર્ષે રાજ્યમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવશે નહીં. શરદિયા નવરાત્રિ આગામી મહિને 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી યોજાશે.

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતો હોવાના કારણે નવરાત્રીને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે ગુજરાતમાં રંગેચંગે ધામધૂમથી ઉજવાતો નવરાત્રીનો તહેવાર કોરોનાના કપરા કાળની વચ્ચે નહીં યોજવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી યોજાનાર ગુજરાતનો મુખ્ય નવરાત્રીનો તહેવાર ન ઉજવવાનો નિર્ણય કરતા ખેલૈયાઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોના હિત અને આરોગ્યને ધ્યાનમાં રાખીને નવરાત્રીનો તહેવાર નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે

મહત્ત્વની વાત છે કે, રાજ્યમાં દર વર્ષે અલગ-અલગ જગ્યાઓ પર નવરાત્રીના મોટા-મોટા આયોજનને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી હોય છે અને નવરાત્રીના નવ દિવસ ખેલૈયાઓ ગરબે રમી આનંદ પૂર્વક નવરાત્રીના તહેવારની ઉજવણી કરતા હોય છે અને આ વર્ષે પણ કોરોનાની મહામારી વચ્ચે ખેલૈયાઓને આશા હતી કે, સરકાર કંઈક વચલો રસ્તો કાઢશે પરંતુ કોરોનાની મહામારી ધ્યાનમાં લઇ અને લોકોના આરોગ્યને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવરાત્રીનો તહેવાર નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત  રાજ્યમાં લોકોમાં નવરાત્રીના તહેવારને લઈને સરકારના નિર્ણય બાબતે ઘણી મૂંઝવણ હતી. લોકો એવું માની રહ્યા હતા કે, સરકાર ક્લબોમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર નવરાત્રી ઉજવવા માટે મંજૂરી આપશે. આ ઉપરાંત નાના પાયે ગરબાના આયોજનોને ગાઈડલાઈન અનુસાર નવરાત્રી ઉજવવાની મંજૂરી આપશે પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિર્ણય બાદ નવરાત્રીનું આયોજન કરવું કે, નહીં તે હવે સ્પષ્ટ થઇ ગયું છે અને સરકારે નિર્ણય કર્યો છે કે, આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી ઉજવાશે નહીં.

અંતે સરકારે લોકોના હિતમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ગરબા નહી કરવાનો નિર્ણય લઇને મોટા આયોજનો ગુજરાતમાં થશે નહીં તે સ્પષ્ટ કરી દીધુ છે પરંતુ શેરીઓમાં ગરબાના આયોજનો લોકોને કરવા દેવામાં આવશે કે, નહીં તે બાબતે હજુ સુધી સરકારે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી.ગરબા પ્રસંગ પર પ્રતિબંધ સરકાર દ્વારા જારી કરાયેલા નિર્ણયમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે આ વર્ષે રાજ્યમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવશે નહીં. આપણે જણાવી દઇએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી જ નવરાત્રિનો તહેવાર મહાન ધાબા સાથે ઉજવવાની પરંપરા ચાલુ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ