ગાંધી જયંતિ પર પ્રતિક ઉપવાસ પર બેઠેલા પરેશ ધાનાણીને પોલીસ ઉપાડી ગઇ, શર્ટ પણ ફાડી નાખ્યો

600
Published on: 4:01 pm, Fri, 2 October 20

ગુજરાત

ફી માફી

ગુજરાતમાં સરકારમાં વિરોધ કરવાનો કોઈને હક નથી નહીં તો પોલીસનું હથિયાર ઉગામાશે, આજે ગાંધી જયંતીએ ગાંધીના મૂલ્યોનું હનન, ધાનાણીમાં તો પોલીસ મર્યાદા ભૂલી,મંજૂરી લીધી ન હોવાથી પોલીસ તેમને પકડીને ઉપાડી ગઇ હતી, જેથી ગુસ્સે ભરાયેલા પરેશ ધાનાણીએ કહ્યું હતુ કે મે શું ગુનો કર્યો છે આ લોકશાહીની હત્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલ ખેડૂત વિરોધી કાયદાઓ તથા વિધાર્થીઓની પ્રથમ સત્ર ફી ની સો ટકા ફી માફીની માંગને લઈને સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ APMC માર્કેટ સરદાર માર્કેટ સુરત-કડોદરા રોડ, સુરત ખાતે યોજાયો હતો જેમાં શહેર પ્રમુખ બાબુભાઈ રાયકા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરી, વિપક્ષ નેતાશ્રી પ્રફુલભાઈ તોગડીયા, માજી મિનિસ્ટર તુષારભાઈ ચૌધરી, માજી પ્રમુખ અશોકભાઈ જીરાવાલા સહિતના ૨૦૦ જેટલા કૉંગ્રેસના આગેવાન-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ આગેવાનોની પુણા પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવેલ. ત્યાર બાદ પુણા પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસી કાર્યકર્તા દ્વારા રામધૂન બોલાવી હતી.

શર્ટ ફાડ્યો, ટીંગાટોળી કરી પોલીસ સ્ટેશને લાવ્યા, પણ શા માટે?’
ફી માફી મુદ્દે ધરણાં કરી રહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોલીસ સાથે ઝપાઝપી બાદ યુવાનોને શું કહ્યું?

પરેશ ધાનાણીની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસ રોષે ભરાઇ છે, ધાનાણી કોરોનામાં સ્કૂલોની મનમાણીનો વિરોધ કરીને ફી માફ કરવાની પહેલાથી જ માંગ કરી રહ્યાં છે, જેથી તેઓ આજે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. ત્યારે આજે પોલીસ સાથેની ઝપાઝપીમાં તેમનો શર્ટ પણ ફાટી ગયો હતો. કોંગ્રેસે પોલીસના આ પગલાને નીંદનીય ગણાવ્યું છે. અમે તમને જણાવી દઇએ કે ગઇકાલે યુપીમાં દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા જઇ રહેલા રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે પણ પોલીસે દુર્વ્યહાર કર્યો હતો આ મામલે પણ કોંગ્રેસે મોદી સરકારની નીતિઓની વિરોધ કર્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ