શિક્ષણ મંત્રાલયે 15મી ઓક્ટોબરથી શાળાઓ શરૂ કરવા માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી

819
Published on: 2:51 pm, Tue, 6 October 20

ગુજરાત

કોરોના ઇફેકક્ટ્સ

શિક્ષણ મંત્રાલયે 15મી ઓક્ટોબરથી શાળાઓ શરૂ કરવા માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. એ પ્રમાણે શાળા શરૂ થશે તેના ત્રણ સપ્તાહ સુધી વિદ્યાર્થીઓની કોઈ જ પરીક્ષા લેવાશે નહીં. શાળાનું કેમ્પસ સ્વચ્છ રાખવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ફરજિયાત રહેશે.

15મી ઓક્ટોબરથી શાળાઓ શરૂ કરવા માટેની ગાઈડલાઈન કેન્દ્રીય શિક્ષણ વિભાગે જાહેર કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલે જણાવ્યું હતું કે શાળા શરૂ થશે તેના બે-ત્રણ સપ્તાહ સુધી વિદ્યાર્થીઓની એસેસમેન્ટ ટેસ્ટ લઈ શકાશે નહીં. એ દરમિયાન ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રહેશે અને તેના દ્વારા વિદ્યાર્થીઓને શાળામાં આવવા પ્રોત્સાહિત કરાશે. શાળાની કેન્ટિન, બાથરૂમ, કિચન વગેરેમાં સ્વચ્છતા નિયમો પાળવામાં રહેશે.

મધ્યાહન ભોજન બનાવવામાં અને પીરસવામાં વિશેષ તકેદારી રાખવાનું કેન્દ્રીય શિક્ષણ વિભાગે ગાઈડલાઈનમાં કહ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ફરજિયાત છે. શાળાઓ ધારે તો પોતાની રીતે પણ ગાઈડલાઈન બનાવી શકશે. કોચિંગ ક્લાસિસને પણ એ સાથે જ પરવાનગી મળી જશે, પરંતુ એમાંય સરકારના નિયત નિયમો પાળવા પડશે.

નવેમ્બર માસમાં શાળાઓ ખોલવા અંગે વિચારાશે એવું આ રાજ્યોએ કહ્યું હતું. દિલ્હી સહિતના ઘણાં રાજ્યોએ એવું નિવેદન આપ્યું હતું કે તેમણે સ્કૂલ મેનેજમેન્ટ અને પેરેન્ટ્સના ફિડબેક લીધા હતા. એમાં એવો સૂર ઉઠયો હતો કે હજુ શાળાઓ બંધ રહે તે બાળકોના હિતમાં છે.

ગાઈડલાઈનના મુખ્ય અંશો

* શાળા ખુલશે પછીના બે-ત્રણ સપ્તાહ સુધી વિદ્યાર્થીઓની એસેસમેન્ટ ટેસ્ટ લેવાશે નહીં.

* નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ દ્વારા તૈયાર થયેલું વૈકલ્પિક એકેડમિક કેલેન્ડર લાગુ કરી શકાશે.

* મધ્યાહન ભોજન બનાવવામાં અને પીરસવામાં ખાસ તકેદારી રાખવી પડશે.

* શાળાનું કેમ્પસ, કિચન, કેન્ટિન, બાથરૂમ, લેબ. લાઈબ્રેરીને સ્વચ્છ કરવાની રહેશે. કેમ્પસમાં સેનિટાઈઝર્સની વ્યવસૃથા કરવી પડશે.

* ઈમરજન્સી કેર સપોર્ટની વ્યવસૃથા કે રિસ્પોન્ડ ટીમ બનાવવી પડશે. એ ટીમ જરૂર પડયે તુરંત સારવારની વ્યવસૃથા કરશે.

* કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલા નિર્દેશોને ધ્યાનમાં રાખીને શાળાઓ પોતે જ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર બનાવી શકશે.

* સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નોટિસબોર્ડમાં લગાવવા પડશે. સાથે સાથે પેરેન્ટ્સને તેની વિગતો સ્કૂલની કોમ્યુનિકેશન સિસ્ટમ મારફતે આપવી પડશે.

* બધા વિદ્યાર્થીઓ અને સ્ટાફે માસ્ક પહેરવો પડશે. શાળા પરિસરમાં અલગ અલગ સૃથળોએ સૂચના આપતા બોર્ડ લગાવવા પડશે.

* બિનજરૂરી કાર્યક્રમો ટાળવા, સ્કૂલમાં આવવા-જવાનો સમય નક્કી કરીને તેનું યોગ્ય પાલન થાય તે જોવાની જવાબદારી પણ શાળાના મેનેજમેન્ટની રહેશે.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ