Home ગુજરાત પાંડેસરા વિસ્તારના માથાભારે જગ્ગુ માલીયાની ટપોરી ગેંગના સાગરિતને પોલીસે ઝડપી લીધો

પાંડેસરા વિસ્તારના માથાભારે જગ્ગુ માલીયાની ટપોરી ગેંગના સાગરિતને પોલીસે ઝડપી લીધો

484
Published on: 7:07 pm, Fri, 9 October 20

સુરત ગુજરાત

સુરતના વેસુમાંથી માથાભારે જગ્ગુ માલીયા ગેંગના સાગરિતને દેશી તમંચા અને 17 કાર્ટિંઝ સાથે ઝડપી લેવાયો

પાંડેસરા વિસ્તારના માથાભારે જગ્ગુ માલીયાની ટપોરી ગેંગના સાગરિતને પોલીસે ઝડપી લીધો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આરોપી સરોજ ઉર્ફે મોન્ટુ સુભાષચંદ્ર મંહતીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ તેના ફ્લેટની ઝડતી લેતા દેશી બનાવટનો તમંચો, કાર્ટિઝ અને ખાલી મેગઝીન ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી ઓડિશાનો રહેવાસી છેપોલીસને મળેલી બાતમીના આધારે ઉમરા વેસુ ગામ રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ ફ્લે નં. 403 ખાતે રેઈડ કરી જગ્ગુ માલિયા ગેંગના ટપોરી મોન્ટુ ઉર્ફે સરોજને ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી મૂળ ઓડિશઆના ગંજામ જિલ્લાના સોનમશાહી થઆના આસ્કાનો વતની છે.

તેની પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્ટલ , દેશી બનાવટનો તમંચો નાના મોટો કાર્ટિઝ નંગ 17, ખાલી મેગઝીન 2 અને મોબાઈલ સહિત કુલ 47,950નો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ આદરી છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ પર નજર કરીએ તો આરોપી મોન્ટુ પાંડેસરા વિસ્તારમાં 2013થી 15 દરમિયાન મારામારીના ગુનામાં તથઆ 2016માં ગેરકાયદેસર હથિયારના ગુનામાં તથા 2017માં માથાભારે શંભુ માલિયાના મર્ડના ગુનામાં તેમજ 2019માં ખટોદરા વિસ્તારમાં અપહરણ સહિતના કુલ 6 ગુનામાં પકડાઈ ચૂક્યો છે. તેમજ સુરત શહેરમાઁથી પણ તડીપાર કરવામાં આવી ચૂક્યો છે,

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ