Home ગુજરાત નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે : મંદિર ટ્રસ્ટ દ્વારા...

નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે : મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય

412
Published on: 4:04 pm, Tue, 13 October 20

ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે ભક્તો માતાજીના વર્ચ્યુઅલ દર્શન કરી કરશે તળેટીમાં ભક્તો માટે LED સ્ક્રીન મૂકવામાં આવશે કોરોનાની મહામારીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય.

યાત્રાધામ પાવાગઢ મંદિર નવરાત્રીમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે માઈ ભક્તોમાં ઉદાસીનતા વ્યાપી ગઈ છે. કોવિડની સ્થિતિમાં મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં વધુ વસ્તી ભેગી થવાના ડરે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તળેટીમાં LEDથી ભક્તો વર્ચ્યુઅલ દર્શન કરી શકશે. તેના માટે તળેટીમાં એલઇડી સ્ક્રીન મુકાશે. વર્ચ્યુઅલ દર્શન માટે આવતાં દર્શનાર્થીઓ માટે પણ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરાશે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રસાશને 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે 8થી 10 લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઇ જવાની શક્યતા હોવાથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નવરાત્રી દરમિયાન મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. નવરાત્રી દરમિયાન 17 ઓક્ટોબરથી યાત્રાળુઓ માટે દર્શન માટેનો સમય સવારે 8થી 11:30, બપોરે 12:30થી 4:15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે અને દરેક યાત્રાળુઓએ ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઇઝ અને સ્ક્રિનિંગ થયા પછી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે અને 10 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી વધુના સિનિયર સિટીઝનને દર્શન કરવા માટે ન આવવા માટે મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે.

જેમાં ગત રવિવારની રજાને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકો દ્વારા મોટાભાગના યાત્રિકોએ માસ્ક પહેર્યા ન હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. એક તરફ્ કોરોના વાયરસ ને લઇ લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ્ પાવાગઢ ખાતે ઉમટી પડેલ યાત્રિકો આવી ભીડવાળી જગ્યામાં વગર માસ તેમજ સોશિયલ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના ઉમટી પડયા હતા. મંદિર પરિષદ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. જો આવો મહોલ હોય તો આસો નવરાત્રી પર્વમાં શું પરિસ્થિતિ હશે તે જોવું રહ્યું. પરંતુ આજે મંદિર દ્વસ્ટ દ્વારા નવરાત્રીમાં મંદિર રાખવાનો નિર્ણય લીધો છે.

ચૈત્રી નવરાત્રી દરમિયાન પ્રતિદિન એક થી દોઢ લાખ જેટલા ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. જ્યારે હાલમાં ખૂબ જ ખતરનાક કોરોના વાયરસે સમગ્ર વિશ્વને તેના ભરડામાં લીધું છે. જ્યારે માતાજીની આરાઘના ની સાથે સાથે માતાજીના ભક્તો ના સ્વાસ્થ્ય તેમજ સલામતી પણ ખૂબ જ અગત્યની છે. જ્યારે સરકાર તેમજ તંત્ર આ બાબતની ગંભીરતાને લઇને ખૂબ જ ચિંતિત છે. જેને લઇને જિલ્લા ઉચ્ચ વહિવટી તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કે આગામી 31 માર્ચ સુધી ભાવિક ભક્તજનોને માતાજીના દર્શનનો લાભ મળી શકશે નહીં.

આ ઉપરાંત, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, રણછોડરાયજી-ડાકોર, શક્તિપીઠ અંબાજી, દ્વારકાધીશ મંદિર, દ્વારકા, ચોટીલા, પાવાગઢ, બુટભવાની મંદિર-અરણેજ, ગણેશપુરા-કોઠ-ગાંગડ, ભીમનાથ મહાદેવ, શામળાજી મંદિર પણ ૩૧મી માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રખાશે. જોકે, નિયમિત પૂજા-સેવા ચાલુ રહેશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ