Home ગુજરાત સુરત નવરાત્રીમાં સોસાયટી કે શેરીમાં પણ ગરબા નહીં રમાય, 5500 સોસાયટીને લેખીતમાં...

સુરત નવરાત્રીમાં સોસાયટી કે શેરીમાં પણ ગરબા નહીં રમાય, 5500 સોસાયટીને લેખીતમાં અપાઈ નોટિસ જાણો માહિતી

263

સુરત ગુજરાત

કોરોના ઇફેકક્ટ્સ

નવરાત્રીના તહેવારને લઈ ગણતરીના દિવસ જ બાકી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા નવરાત્રી તહેવાર અને ગરબાને લઈ ખાસ સૂચના આપી નોટિસ જાહેર કરવામાં આવી છે. તેમાં પાલિકા દ્વારા ચીમકી ઉચ્ચારી સોસાયટીઓ કે શેરીઓમાં ગરબા નહી કરવા માટે નોટિસો આપવામાં આવી છે.

રાજ્ય સરકારના દિશા નિર્દેશ બાદ શેરી ગરબાના આયોજનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મર્યાદિત સંખ્યા વચ્ચે માત્ર માતાજીની આરતી કરવા અંગેની છૂટછાટ આપવામાં આવી છે. જો કે તે દરમ્યાન જો શેરી ગરબાના આયોજનો કરવામાં આવશે અને નીતિ – નિયમોનું ભંગ કરાશે તો પોલીસ ફરિયાદ સુધા કરવાની ચિમકી પાલિકા દ્વારા ઉચ્ચારી આવી છે. પાલિકા દ્વારા 5500 જેટલી સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી સાથે મિટિંગ કરી નોટિસ આપવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના આદેશ બાદ શેરી ગરબા ના આયોજનોને લઈ ૫૫ થી વધુ સોસાયટીઓના પ્રમુખ અને સેક્રેટરીઓ સાથે મિટિંગો યોજી નોટિસ આપવામાં આવી છે. રાજ્ય સરકારે આપેલા દિશા નિર્દેશ મુજબ શેરી ગરબાના આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ માતાજીની આરતી અને પૂજા કરવા માટેની નીતિ નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે.

જોકે લોકોનો જમાવડો થાય તેવા કાર્યક્રમોના ન કરવા માટેની સૂચના પાલિકા દ્વારા આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ માટે દરેક ઝોનમાં એક ટીમ બનાવવામાં આવી છે. જે ટીમો દ્વારા સુરતના અલગ-અલગ સોસાયટીઓમાં થતા કાર્યક્રમો પર બાઝ નજર રાખશે.એટલું જ નહીં પરંતુ જો નીતિ – નિયમોનો ભંગ કરવામાં આવશે તો પ્રથમ સમજાવટ બાદ શક્ય હશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરમાં રહીને જ માતાજીની આરતી અને પૂજા કરી નવરાત્રિના પર્વની ઉજવણી કરે.

કોરોનાવાયરસનો કહેર રાજ્ય સહિત દેશભરમાં હજુ યથાવત છે, જેને પગલે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સંક્રમણ તહેવારોમાં વધારે ન પેલાય તે માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી, આ અંતર્ગત નવરાત્રીના તહેવારમાં લોકો એકઠા ન થાય તેની તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા સોસાયટી અને શેરીઓમાં ગરબાના આયોજન ન થાય તે માટે આગમચેતીના પગલા ભરવામાં આવ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ