Home ગુજરાત સુરત હિટ એન્ડ રન:બેને કચડી મારનાર કારના તૂટેલા સાઇડ ગ્લાસથી આરોપી ઝડપાયો,...

સુરત હિટ એન્ડ રન:બેને કચડી મારનાર કારના તૂટેલા સાઇડ ગ્લાસથી આરોપી ઝડપાયો, પરિવારને જણાવ્યું નહીં, કાર ઘરથી દૂર પાર્ક કરી હતી.

213

સુરત ગુજરાત

પીપલોદ સ્થિત કારગિલ ચોક પાસે બે દિવસ પહેલાં બે યુવકને કચડી મારનાર કારચાલક પ્રણવ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ હિટ એન્ડ રન કેસમાં પોલીસે માત્ર કારના એક સાઈડ ગ્લાસની તપાસ અને સીસીટીવી આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારની રાત્રે અકસ્માત કર્યા બાદ ઘરે પહોંચેલા પ્રણવે પરિવારને અકસ્માત અંગે જાણ કરી ન હતી અને કાર પણ ઘરથી દૂર મૂકી હતી.

ગત રવિવારે મોડી રાત્રે પીપલોદ કારગિલ ચોક પાસેથી પગપાળા પસાર થઇ રહેલા બે શ્રમજીવી ગોવિંદસિંહ ઉમેદસિંહ કથાયત અને પરેશ ઉત્તમ માળવીને પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે અડફેટમાં લઇ અંદાજે 30 મીટર સુધી ઘસડી ગયો હતો, જેમાં બન્ને શ્રમિકને ગંભીર ઇજા થતાં તેમનાં મોત થયાં હતાં. હિટ એન્ડ રનની આ ઘટનામાં ઉમરા પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ માટે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ઘટનાસ્થળેથી મળેલા તૂટેલા સાઇડ ગ્લાસના આધારે તપાસ શરૂ કરી હતી.

પ્રણવ પટેલ સામે મનુષ્યવધની કલમનો ઉમેરો
પોલીસે સીસીટીવી તપાસ કરતા માલૂમ કર્યુ હતું કે અન્ય કાર કરતા પ્રણવ રેસર કારની જેમ ગાડી ચલાવતો હતો. જ્યા અકસ્માત કર્યો ત્યા પણ કારની બ્રેક મારી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગંભીર બેદરકારી ભરેલું કૃત્ય જણાતા ઉમરા પોલીસે આઇપીસી 304 કલમ(મનુષ્યવધ)નો ઉમેરો કર્યો છે.

તૂટેલા ગ્લાસના આધારે પોલીસે કારનું મોડેલ જાણવા મળ્યું હતું. જયારે ફૂટેજના આધારે કારના રજિસ્ટ્રેશન નંબરની સિરીઝના આધારે આરટીઓ તથા કાર શો-રૂમની મદદથી તપાસ કરતાં 14થી 15 કારના નંબર મળ્યા હતા. આ તમામ નામ-સરનામાં પર તપાસ હાથ ધરી પોલીસે ગત મોડી રાત્રે અકસ્માત સર્જનાર લૂમ્સ કારખાનેદાર પ્રણવ વિજય પટેલ (ઉં.વ. 33 રહે. થોભા શેરી, મહિધરપુરા) ધરપકડ કરી છે

પ્રાથમિક પૂછપરછમાં પ્રણવ શનિવારે રાત્રે મિત્રને ત્યાં ડુમસ ખાતે આઇપીએલની મેચ જોવા ગયો હતો. જ્યાંથી પરત જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે અકસ્માત થયો હોવાની જાણ પ્રણવે પરિવારને કરી ન હતી અને કાર તેના ઘરથી થોડા અંતરે પાર્ક કરી દીધી હતી. જેથી પોલીસ જયારે તેના ઘરે પહોંચી ત્યારે અકસ્માતની વાત સાંભળી પરિવારજનો ચોંકી ગયા હતા.

કલમ 304માં આજીવન અથવા 10 વર્ષની સજા
કૃત્યથી સામેવાળાનું મૃત્યુ થઇ શકે એવું જાણતો હોય પરંતુ કોઈનું મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય, જેના કારણે કલમ 304 મુજબનો ગુનો નોંધાય, જેમાં આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સજા થાય શકે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ