ચોટીલાના ચોરવીરા ગામનો જવાન જમ્મુ-કાશ્મીરમાં થયો શહીદ, સીએમે આપી શ્રદ્ધાંજલિ

593
Published on: 7:06 pm, Wed, 21 October 20

સુરેન્દ્રનગર

જમ્મુ-કાશ્મીરમાં દેશની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થયા છે. આ જવાન ફરજ દરમિયાન શહીદ થયો છે. ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા જમ્મુ-કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેમને ગોળી વાગતા શહીદ થયા છે.

જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમિની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થતા દુ:ખી હૃદય સાથે અશ્રુપૂરિત શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.દેશ માટે બલિદાન આપનાર આ વીર  આપણે સર્વે હંમેશા ઋણી રહીશું ,પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અને પરિજનોને શક્તિ અર્પે.

દેશની સેવા કરવા દરમિયાન શહીદ થતા પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લહેર જોવા મળી રહી છે. આ જવાનના પાર્થિવ શરીરને આવતીકાલે વતન ચોરવીરા લાવવામાં આવશે. ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
દેશની સેવા માટે ફરજ બજાવતા ગુજરાતના જવાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ થતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ