નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ ક્નોડીયાનું નિધન ,જાણીતા સંગીતકાર અને ગાયક હતા મહેશ ક્નોડીયા.

398

ગુજરાતી સંગીતકાર 

ગુજરાતના પ્રખ્યાત કલાકાર અને સંગીતકાર મહેશ કનોડિયા નું 83 વર્ષની વયે નિધન થયું છે. લાંબી માંદગી બાદ તેઓએ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ  લીધી હતા. મહેશ કનોડિયા ગુજરાતના પ્રખ્યાત એક્ટર નરેશ કનોડિયા ના ભાઈ છે. મહેશ કનોડિયા પુરુષ અને સ્ત્રી એમ બંનેના અવાજમાં ગીતો ગાઈ શકતા હતા. આ ઉપરાંત તેઓ પાટણના સાસંદ પણ રહી ચૂક્યા હતા.

મહેશ કનોડિયા

ગુજરાતના મશહૂર સન્ગીતકાર (બન્ધુ બેલડી “મહેશ-નરેશ”) પૈકીના એક છે, અને નરેશ કનોડિયાના મોટાભાઈ છે. તેઓ પોતાની “મહેશકુમાર એન્ડ પાર્ટી” દ્વારા પણ જાણીતા છે. તેઓ કુદરતી બક્ષિસ ધરાવતા ઉમદા ગાયક છે. તેઓ જેમ સ્ત્રી તથા પુરુષના અવાજમા ગીતો ગાવા માટે પ્રખ્યાત છે, એમ તેઓ જુદાજુદા ગાયકોના (દા.ત. લતાજી, રફીસાહેબ, વગેરેના) 32 અવાજમા ગીતો ગાવા માટે પણ મશહૂર છે. તેઓ પાટણ લોકસભા બેઠકના સંસદસભ્ય તરીકે લાબા સમય સુધી રહેલા છે.

મહેશ કનોડિયા ગુજરાતના મશહૂર સંગીતકાર (બંધુ બેલડી “મહેશ-નરેશ”) પૈકીના એક છે, અને નરેશ કનોડિયાના મોટાભાઈ છે. તેઓ પોતાની “મહેશકુમાર એન્ડ પાર્ટી” દ્વારા પણ જાણીતા છે. તેઓ કુદરતી બક્ષિસ ધરાવતા ઉમદા ગાયક છે. તેઓ સ્ત્રી તથા પુરુષનાં એમ બંનેના અવાજમા ગીતો ગાવા માટે પ્રખ્યાત છે. તેઓ જુદા જુદા ગાયકોનાં દા.ત. લતાજી, રફીસાહેબ, વગેરે 32 કલાકારોનાં અવાજમા ગીતો ગાવા માટે પણ મશહૂર છે. તેઓ પાટણ લોકસભા બેઠકના સંસદસભ્ય તરીકે લાબા સમય સુધી રહેલા છે.

મહેશ અને નરેશની જોડીથી કોણ અજાણ હોય?

મહેશ કુમાર એન્ડ પાર્ટીના શો હોય ત્યારે નરેશ કનોડિયા એન્કરિંગ કરતા, ડાન્સ કરતા, ગીતો ગાતા. મુંબઈમાં આયોજિત આવા જ એક શોમાં પ્રોડ્યુસર મફતલાલ શાહ અને ડિરેક્ટર મનુકાંત પટેલ આવ્યા. તેમણે નરેશજીને સ્ટેજ પર જોયા અને પ્રોગ્રામ પછી તેમણે મહેશભાઈને કહ્યું કે, અમે એક ફિલ્મ બનાવી રહ્યા છે. અમારી ઈચ્છા છે તે તેમાં નરેશ કનોડિયા એક્ટિંગ કરે અને મહેશ કનોડિયા સંગીત આપે. અને આ ફિલ્મ હતી વેણીને આવ્યા ફૂલ.

ગુજરાતી સહિત હિન્દી અને કન્નડ ફિલ્મ માટે પણ આપ્યું હતું સંગીત

 આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તેમણે “અપૂર્વ કન્નસુમ” નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. “નીલી આંખે” નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે. આ વિડિયો ફિલ્મનાં ગીતો હસરત જયપુરીએ લખ્યાં હતાં. તેમના ઘણાં ગીતો (ગેરફિલ્મી આલ્બમો અને ફિલ્મ સંગીત બન્ને) લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યેસુદાસ, કિશોરકુમાર, મહેન્દ્ર કપુર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા ક્રુષ્ણમૂર્તિ, શબ્બીરકુમાર, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ કરસન સાગઠિયા, જેવા દિગ્ગજોએ ગાયેલાં છે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને અપાતા એવોર્ડ પૈકી નીચેની વિગતે મહેશ કનોડિયાને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

(૧) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે (1970-71) (સંગીતકાર તરીકે)

(૨) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે)

(૩) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)

(૪) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)

(૫) શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે (1981/82)

(૬) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે)

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ