આજે વહેલી સવારે 5:30 વાગે વરાછા પોલીસ સ્ટેશન ની સામે રિલાયન્સ ડિજિટલ માં ૪૦ લાખના મોબાઈલની ચોરી..

866
Published on: 7:08 pm, Mon, 26 October 20

સુરત ગુજરાત

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની બરોબર સામે આવેલા રિલાયન્સ ડિજિટલ મોલમાં ચોરી, તસ્કરો કાર લઈને આવ્યા હતા

મોબાઈલ અને કિંમતી વસ્તુઓની ચોરી થઈ,ત્રણ જેટલા તસ્કરો ચોરી કરી ફરાર થયા..

શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનનની બરોબર સામે જ આવેલા રિલાયન્સ ડિજિટલ મોલમાં ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રિલાયન્સ ડિજિટલ મોલમાંથી મોબાઈલ અને કિંમતી વસ્તુઓ ચોરી થઈ હોવાની શક્યતા છે. તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, તસ્કરો કારમાં આવ્યા હતા અને શટલ ઉંચુ કરીને રિલાયન્સ મોલમાં પ્રવેશ કરી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો.

સુરતના વરાછા મેઇન રોડ ખાતે પોલીસ સ્ટેશનની બરોબર સામે રિલાયન્સ ડિજિટલ મોલ આવ્યો છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું વેચાણ કરતા આ મોલમાં ગતરાત્રે એક કારમાં ત્રણ ચોર આવ્યા હતા અને શોરૂમમાંથી લાખોની મત્તાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને મોબાઇલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં વરાછા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી દીધા
ચોરોએ દિવાળીના સમયે પોલીસ સ્ટેશનની સામે જ ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે. પોલીસે શોરૂમના સીસીટીવી ફુટેજ તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. જોકે, તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી દીધા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી,

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ