ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાએ દુનિયામાંથી એકસાથે વિદાય લીધી છે.

1150
Published on: 11:07 am, Tue, 27 October 20

*Breaking News*
*ગુજરાત અપડેટ ન્યૂઝ*

ગુજરાતી ફિલ્મ જગત માટે દુઃખદ સમાચાર.

ગુજરાતી ફિલ્મ અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું 77 વર્ષે નિધન થયું છે. તેઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં હતા.

બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું મૃત્યું થયું હતું.

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણી શ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે. સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે.

ધારાસભ્ય શ્રી હિતુભાઇ કનોડીયા સાથે ટેલિફોનીક વાત કરીને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને સદ્ગતી અર્પે તેમજ પરિવારને અને સર્વે શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
ૐ શાંતિ…

ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાએ દુનિયામાંથી એકસાથે વિદાય લીધી છે.

મેં નાનપણમાં નરેશ કનોડિયાની ઘણી ફિલ્મો જોઈ છે. આખા ગામમાં ગણ્યા ગાંઠ્યા લોકોના ઘરે જ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હોય એ જમાનામાં ખાસ કરીને નરેશ કનોડિયાનું ઢીશુમ-ઢીશુમ જોવાની મજા જ અલગ હતી. નરેશ કનોડિયા ફિલ્મમાં જ્યારે ગુંડાને મારે ત્યારે એક અલગ જ આનંદ આવતો, પરંતુ મોટા થયા પછી સમજાય છે કે નરેશ કનોડિયાએ ફિલ્મી ગુંડા સામે નહિ પરંતુ વાસ્તવિક રીતે સમાજની જ્ઞાતિ, વર્ણ, આર્થિક અક્ષમતા આધારિત ભેદભાવયુક્ત વ્યવસ્થા સામે પણ લડી રહ્યા હતા.

મેં મહેશ કનોડિયાની મહેશ એન્ડ પાર્ટી પણ જોઈ છે, એ જમાનામાં ઉભા ઉભા તેમજ ઠુમકા મારતા મારતા ગીત ગાવાની પ્રથા ન હતી તેવા સમયે મહેશ કનોડિયા અલગ અંદાજમાં ગીતો ગાઈને લોકોને ભરપૂર મનોરંજન કરાવ્યું..

તેઓ બંને ગુજરાતી ફિલ્મ-કલા જગતમાં સુપરસ્ટાર રહ્યા હોવ છતાંય ક્યારેય એમનામાં અહંકાર કે અભિમાન દેખાયું નથી. ફિલ્મ જગતની તેમની સફળતાને કારણે તેઓને રાજકારણમાં પણ ચૂંટણી લડવાની તક મળી અને મહેશ કનોડિયા સાંસદસભ્ય રહ્યા તેમજ નરેશ કનોડિયા ધારાસભ્ય રહ્યા હોવ છતાંય હંમેશા બિનરાજકીય અને બિનવિવાદિત રહી પોતાને મળેલી સિદ્ધિ અને પ્રસિદ્ધિ તેઓએ પચાવી લીધી. પ્રસિદ્ધિ પચાવી શકવાની હોજરી બધા પાસે હોતી નથી.

મહેશ-નરેશ પોતે મેળવેલી સફળતા પચાવી શક્યા છે, કારણ કે તેમણે સંઘર્ષ કરીને, ભોગ આપીને, અન્યાય, અનિતી, શોષણ અને જાતિવાદના પડકારો સામે અણનમ ઉભા રહીને ગુજરાતી ફિલ્મ-કલા જગતમાં પોતાનું સ્થાન, માન અને નામ બનાવ્યું છે, અને જાત મહેનતથી કમાયેલી સફળતાનો નશો ક્યારેય તેમના વર્તનમાં કે વ્યવહારમાં જોવા મળ્યો નથી. તેઓ એક બિન-વિવાદિત જીવન આપણી વચ્ચે છોડીને ગયા છે.

આદરણીય સ્વ. મહેશભાઈ કનોડિયા અને સ્વ. નરેશભાઈ કનોડિયાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ…

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ