ડાકોર મંદિરનો પૂજારી 4 બોટલ દારૂ સાથે ઝડપાયો, વૈભવી કારમાં દમણ ફરવા ગયો હતો,મંદિરના પૂજારી પરિવારનો પુત્ર દારૂ સાથે ઝડપાયો

696
Published on: 3:08 pm, Tue, 27 October 20

ડાકોર ગુજરાત

ડાકોર મંદિરનો પૂજારી 4 બોટલ દારૂ સાથે ઝડપાયો, વૈભવી કારમાં દમણ ફરવા ગયો હતો

પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન ડાકોર રણછોડરાય મંદિરના પૂૂજારીને 9 હજારની કિંમતની ચાર બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસે દારૂ સાથે 7 લાખની કાર પણ કબજે કરી હતી. પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ આગળ દમણથી આવતી કાર અટકાવી તલાશી લેતા કારમાંથી દારૂની ટીચર્સ, પાસપોર્ટ સ્કોચ, બ્લેક ડોગ, બ્લેક એન્ડ વ્હાઈટની 4 બોટલ મળી હતી.

કારચાલક પાર્થકુમાર પુંદરીકભાઈ ખંભોળજા ડાકોરનો રહીશ છે. પોલીસે પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરી હતી. જોકે પાર્થ ડાકોર ખાતે આવેલા રણછોડરાય મંદિરનો પૂજારી હોવાની વિગત પછીથી બહાર આવી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પાર્થ દમણની સહેલગાહે આવ્યો હતો અને ત્યાંથી કારમાં દારૂ લઈ જતો હતો.

ગુજરાતમાં દારૂ મળવો અને દારૂ પીવો એ સામાન્ય બાબત બની ગઈ છે. રોજ કયાંક  ને કયાંક દારૂ મળી જ આવે છે. હવે ડાકોર રણછોડરાય મંદિરના પૂજારી પરિવારનો પુત્ર દારૂ સાથે ઝડપાયો છે. પુજારી પરિવારનો પુત્ર દમણ ફરવા ગયા બાદ પરત આવતી વખતે રૂ 9 હજારની કિંમતની ચાર બોટલ દારૂ પોતાની સાથે લઈને આવ્યો હતો. અને પોલીસને હાથે ઝડપાઇ ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે દારૂ સાથે 7 લાખની કાર પણ કબજે લીધી હતી.  વલસાડ જિલ્લા ના પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે દમણથી આવતી કારની તલાશી લેતા તેમાંથી દારૂની 4 બોટલ મળી હતી. કારચાલક પાર્થકુમાર પુંદરીકભાઈ ની ધરપકડ કરી હતી.  પાર્થ ડાકોર ખાતે આવેલા રણછોડરાય મંદિરનો પૂજારી પરિવારમાંથી હોવાની વિગત બહાર આવી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પાર્થ દમણ ફરવા માટે ગયો હતો. અને વળતા દારૂ લઈ જતી વખતે ઝડપાઇ ગયો હતો. વધુમાં આરોપી પાર્થ ડાકોરના મંદિરમાં ભોજનાલયનો કોન્ટ્રાક્ટ ધરાવે છે.

આરોપી ડાકોરના મંદિરમાં ભોજનાલયનો કોન્ટ્રાક્ટ ધરાવે છે

પાર્થ ખંભોળજા ડાકોરના રણછોડરાય મંદિરના વારસદાર સેવક પરિવારનો પુત્ર છે. તેના પિતા ડાકોર મંદિરમાં કિર્તનકાર છે. પાર્થ ડાકોર રણછોડરાય ભોજનાલય પણ કોન્ટ્રાક્ટ પધ્ધતિએ ચલાવે છે. જોકે, આ બાબતે મંદિર કમિટી સાથે વિવાદ પણ હોવાની ચર્ચા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ