હાર્દિક પટેલના રોડ શોમાં અકસ્માત, વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત 3ને થઈ ઈજા..

2460
Published on: 6:39 pm, Thu, 29 October 20

કરજણ ગુજરાત

વડોદરા શહેરના કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ BJP કોંગ્રેસ દ્વારા પ્રચાર પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે. આમાં કોંગ્રેસ દ્વારા કરજણ ગામમાં હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રચારમાં શરૂ જીપમાંથી પટકાતા વિરોધ પક્ષનાં નેતા તેમજ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ થઈ કુલ 3 વ્યક્તિઓને ઈજા થઇ હતી.

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચાર પુરજોશમાં કરવામા આવી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરજણ ગામે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું. જેમાં પ્રચાર દરમિયાન ચાલુ જીપમાંથી પટકાતા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ થઈ ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી.

રેલી દરમિયાન જીપ ચાલુ થતા અચાનક ઝાટકો વાગતા જમીન પર પટકાયા હતા. જેમાં સાગર બ્રહ્મભટ્ટને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે વિરોધ પક્ષના નેતાને પગ અને થાપાના ભાગે ઇજા પહોંચી હતી. જેથી વિરોધ પક્ષના નેતાને દસ દિવસ સુધી બેડ રેસ્ટનું  ડોક્ટરે જણાવ્યું હોવાની માહિતી જાણવા મળી હતી.

કોંગ્રેસ દ્વારા કરાયું હતું રોડ શૉનું આયોજન

કરજણ વિધાનસભાના ઉમેદવાર કિરીટ સિંહ જાડેજાના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં રેલીનું આયોજન કરવામાં આવતા રેલી ધાવટ ચોકડી કોંગ્રેસ કાર્યાલય ખાતે થઈ.

જીપમાં સવાર કોંગ્રેસના અગ્રણીઓને નડ્યો અકસ્માત

કરજણ- જુના બજાર – કોટન બ્રિજ- નગરપાલિકા- મેઈન બજાર- થઈ જલારામ નગર મુકામે પહોંચી હતી. રેલી દરમિયાન પ્રચાર કરી રહેલા જીપમાં સવાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ વડોદરા મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત ત્રણ વ્યક્તિઓને અકસ્માત નડતા ઇજા પહોંચી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ