
મુંબઈ પોલીસ
મુંબઈ પોલીસે ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ફ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. પોલીસે અર્નબની તેમના ઘરેથી ધરપકડ કરી હોવાની માહિતી મળી છે. આ પહેલા અર્નબે પોલીસ પર તેમની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો હતો.
મુંબઈ પોલીસે બુધવારે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની અલીબાગમાં તેની વિરૂદ્ધ એક જીના કેસમાં ધરપકડ કરી છે. આ જ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકાર તરફથી આ કેસમાં સીઆઈડી તપાસના આદેશ આપવામાં આપવ્યા હતા. પોલીસે અર્નબના ઘરે શોધખોળ પણ કરી.
અર્નબ ગોસ્વામી અને બે અન્ય દ્વારા કથિત રીતે બાકી રકમ ન આપવા પર 53 વર્ષીય એક ઇન્ટીરિયર ડિઝાઈનર અને તેની માતાએ આત્મહત્યા કરવાના કેસમાં સીઆઈડી દ્વારા ફરી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, ઇન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાયકની દીકરી આજ્ઞા નાઇકે દાવો કર્યો હતો રાયગઢ જિલ્લામાં અલીબાગ પોલીસે બાકી રકમ ન આપવાના કેસમાં તપાસ કરી રહી હીત. માટે અન્વય અને તેની માતાએ આત્મહત્યાનું પગલું ઉઠાવવું પડ્યું. કથિત રીતે અન્વય નાઇક દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટમાં કહેવામાં આવ્યું હતું કે, આરોપીઓએ તેના 5.4 કરોડ રૂપિયાનું પેમેન્ટ નથી કર્યું માટે તેણે આત્મહત્યાનો નિર્ણય કરવો પડ્યો. રિપબ્લિક ટીવીએ આ આરોપોને ફગાવી દીધા છે.
હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસે 53 વર્ષના ઇન્ટીરિયર ડિઝાઇનર ને કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે ન્યૂઝ ચેનલ રિપબ્લિકના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસે અર્નબ ગોસ્વામીની તેમના ઘરેથી ધરપકડ કરી છે. જ્યારે બીજી તરફ અર્નબે પોલીસ પર તેમની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. માહિતી મુજબ રિપબ્લિક ટીવીએ અર્નબ ગોસ્વામીના ઘરના લાઇવ ફુટેજ પણ દેખાડ્યા જેમાં પોલીસ અને અર્નબ વચ્ચે ઝપાઝપી થતા દેખાઈ રહી છે.
મુંબઈ પોલીસ પર અર્નબે ગુંડાગીરી કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અર્નબ ગોસ્વામીને તેમના પરિવાર સાથે વાત કરવાની પણ તક ન આપી. ઉપરાંત, દવા આપવાથી પણ રોકવામાં આવ્યા. ત્યાર બાદ અર્નબ ગોસ્વામીને મુંબઈ પોલીસ પોતાની સાથે વાનમાં લઈ ગઈ છે. રિપોર્ટ મુજબ ગોસ્વામીએ મુંબઈ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો કે પોલીસે તેમના સાસુ-સસરા, દીકરા અને પત્ની સાથે પણ મારઝૂડ કરી છે.
સુપ્રીમ કોર્ટ 6 નવેમ્બરે કરશે સુનાવણી:
માહિતી મુજબ અર્નબ ગોસ્વામીએ મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષાધિકાર નોટિસ સામે કાર્યવાહી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે કહ્યું હતું કે આ માત્ર કારણ જણાવો નોટિસ છે અને અત્યાર સુધી વિશેષાધિકાર પ્રસ્તાવ થયો નથી. ત્યાર બાદ કોર્ટે અર્નબ ગોસ્વામીને સોગંદનામું દાખલ કરવા કહ્યું. હવે કોર્ટ આ મામલે 6 નવેમ્બરે સુનાવણી કરશે.
શું છે સંપૂર્ણ મામલો?
મીડિયા રિપોર્ટ પ્રમાણે અર્નબ ગોસ્વામીની રાયગઢ પોલીસે આર્કિટેક્ટ અન્વય નાયકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા મામલે ધરપકડ કરી છે. આર્કિટેક્ટ અન્વય નાયકે મે, 2018માં આત્મહત્યા કરી હતી. તેમણે એક સુસાઇડ નોટ પણ છોડી હતી. જેમાં અન્વયે આરોપ લગાવ્યો હતો કે તેઓ આત્મહત્યા કરવા મજબૂર થયા છે. કારણ કે અર્નબે તેમણે 5.40 કરોડ રૂપિયાની બાકીની મૂડીની ચૂકવણી નહોતી કરી.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatapp
વોટ્સએપ 3 : Whatapp
વોટ્સએપ 4 : Whatapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.