જાણો સંપૂર્ણ વિગતે : વર્ષો બાદ આજે કરવાચોથ વ્રતના દિવસે બની રહ્યો છે શુભ સંયોગ – આ રીતે પૂજા કરવાથી પતિનાં આયુષ્યમાં થશે વધારો

398
Published on: 2:17 pm, Wed, 4 November 20

કરવા ચોથ

દિવાળી નજીક આવતાની સાથે જ વ્રત તેમજ તહેવારોની શ્ર્યાઉં થઈ જતી હોય છે. આજે એટલે કે, 4 નવેમ્બરનાં રોજ કરવાચોથનું વ્રત. આસો માસના વદ પક્ષની ચોથના દિવસે સ્ત્રીઓ પોતાના જીવનસાથીના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય તેમજ સૌભાગ્ય માટે નિર્જળા વ્રત રાખે છે તેમજ સાંજે ચંદ્ર દર્શન તથા પૂજન બાદ જ જળ ગ્રહણ કરે છે. આજે કરવા ચોથનો ખુબ જ પવિત્ર તહેવાર છે.

આ વખતે સૌભાગ્ય પર્વ પર બુધવારની સાથે જ ચોથના સંયોગમાં થતી ગણેશ પૂજાનું ફળ વધી જશે. આ વખતે કરવા ચોથનું વ્રત મૃગશિરા નક્ષત્રમાં કરવામાં આવી રહ્યું છે. આ નક્ષત્રનો સ્વામી મંગળ હોવાને કારણે આ વ્રત સમૃદ્ધિ વધારશે. આ દિવસે સૂર્યોદય તેમજ ચંદ્રોદય ચોથ તિથિમાં થશે.

આ દિવસે ચંદ્રની સાથે જ ગણેશજી, શિવ-પાર્વતીની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. ગણેશજીને દૂર્વા, જનોઈ સહિત બીજી પૂજન સામગ્રી અર્પણ કરીને ભોગ ધરાવવો જોઈએ. દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ. ગણેશજીના મંત્ર ‘ૐ ગં ગણપતયૈ નમઃ ‘ મંત્રનો જાપ કરવો જોઈએ. આની સાથે જ શિવ-પાર્વતીની પૂજામાં ‘ૐ ઉમામહેશ્વરાય નમઃ ‘ મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્રનો જાપ કરવાંથી શિવ-પાર્વતીનું ધ્યાન થઇ જાય છે.

કરવા ચોથના દિવસે જ્યારે ચંદ્ર તેમજ પતિની પૂજા કરવામાં આવશે ત્યારે ગોચર કુંડળીમાં બૃહસ્પતિ લગ્નજીવનના ભાવમાં પોતાની જ રાશિ સાથે રહેશે. આ સ્થિતિ સૌભાગ્યમાં વધારો કરશે. જેને લીધે આ પર્વ વધુ શુભ બની જશે.

આ વર્ષે કરવા ચોથના દિવસે 4 રાજયોગ સહિત શુભ યોગ બની રહ્યા છે. આની પહેલાં કરવા ચોથના દિવસે આટલાં શુભ યોગ છેલ્લાં 100 વર્ષમાં બન્યાં નથી. 4 નવેમ્બર, બુધવારે કરવા ચોથ એટલે કે, સૌભાગ્ય પર્વમાં શિવ, અમૃત તથા સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યાં છે. ત્યાં જ શંખ, ગજકેસરી, હંસ અને દીર્ઘાયુ નામના રાજયોગ પણ બની રહ્યાં છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.