હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસમાં પ્રથમ ફેરીના ટ્રાયલ દરમિયાન જહાજ અધવચ્ચે જ બંધ પડ્યું

1296
Published on: 8:27 pm, Fri, 6 November 20

સુરત – હજીરા રો રો ફેરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 તારીખે હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસની શરૂઆત કરાવવાના છે.પરંતુ આ ફેરી સર્વિસમાં પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે. આજે રો પેક્સ ફેરી સર્વિસનો ટ્રાયલ રાખવામાં આવ્યો હતો. પરંતુ ફેરી મધદરિયામાં અધવચ્ચે જ બંધ પડી ગઇ હતી. મળતી માહિતી મુજબ ફેરીના એન્જિન અને સ્ટિયરિંગમાં યાંત્રિક ખામી સર્જાતા ફેરી મધદરિયે જ અટવાઇ હતી.

મહત્વનું છેકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે. અને નવનિર્મિત રો-રો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે આ પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે.

સુરત અને સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા ખુશીના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી અટકી પડેલી ઘોઘા રોપેક્સ (dahej ghogha ro ro ferry) સેવા ટૂંક સમયમાં ફરી શરૂ થવાની છે. ઘોઘાથી હજીરા વચ્ચે રોપેક્ષ સેવા કંપની દ્વારા સ્ટ્રક્ચરનો તખ્તો તૈયાર કરાયો છે. જૂની કંપની ડીજી સી કનેક્ટ રો રો ફેરી સેવા ચલાવશે. અગાઉ ડીજી સી કનેક્ટ કંપની ઘોઘાથી દહેજ રોરો ફેરી ચલાવતી હતી. દિવસમાં 3 ટ્રીપ દોડાવવા માટેનું આયોજન કરાયું છે.

પેસેન્જર તેમજ વાહનોના દર કંપનીએ નક્કી કરી લીધા છે. સરકાર તેને લીલી ઝંડી આપે એટલે રોપેક્ષ સેવા શરૂ કરાશે. જેથી હવે ઘોઘાથી હજીરા સુરત માત્ર 4 કલાકમાં પહોંચી શકાશે.

આ રોપેક્ષ સેવા ફરી શરૂ થશે તો આ સુરતના વેપારીઓ માટે ઘણા રાહતના સમાચાર રહેશે. તેઓ સૌરાષ્ટ્ર હવે સરળતાથી જઈ શકશે. ઉલ્લેખનીય છે કે, દહેજથી ઘોઘા જતી રોપેક્ષ ફેરી સર્વિસમાં યાંત્રિક ખામી સર્જાવવાના કારણે જહાજ મધદરિયે બંધ પડ્યું હતું. તેથી રોપેક્ષ ફેરીની તમામ ટ્રીપ રદ કરવામાં આવી છે.

જે મુસાફરોનું બુકિંગ કરવામાં આવ્યું હતું તેમને રિફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સર્વિસમાં કાર્ગો ફેરીના સ્થાને ઈન્ડિગો વન જહાજ ચલાવવામાં આવે છે. ગત 21મી નવેમ્બરના રોજ રો-રો ફેરીનું જહાજ મધ દરિયે ખોટવાઇ ગયું હતું. યાત્રિક ખામી સર્જાતા જહાજ બંધ પડી ગયું હોવાથી મુસાફરોમાં ઉચાટ વ્યાપી જવા પામ્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.