સુરતમાં કરિયાણાની દુકાનની આડમાં અફીણનો ધંધો કરતો વેપારી પકડાયો, 4 કિલો અફીણ, રોકડા 11.80 લાખ સહિત 16.50 લાનો મુદ્દામાલ કબજે

904
Published on: 6:50 pm, Sun, 8 November 20

સુરત ગુજરાત

સુરત શહેરના ઉધના વિસ્તારમાં કરિયાણાની દુકાનની આડમાં અફીણનો ધંધો કરતા વેપારીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપા કરતા 4 કિલો અફીણ મળી આવ્યું હતું. પોલીસે રોકડા 11.80 લાખ સહિત કુલ 16.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Four caught selling opium at Indira Park

સુરત ના ઉધના વિસ્તારમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એસઓજીએ ચાર કિલો અફીણ ઝડપી પાડ્યુ છે ત્યારે બીજી તરફ . એસઓજીએ કરિયાણાના વેપારી પાસેથી ચાર લાખથી વધુનુ અફીણ ક્બજે કર્યુ છે. આમામલે   પોલીસ પકડમાં આવેલો શખ્સ હિંગળાજ સોસાયટીમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. ત્યારે આ અફીણનો જથ્થો કોને આપવાનો હતો અને ક્યાંથી આવ્યો તે દિશામાં હાથ ધરી છે.

દુકાનમાં રેડ પાડી વેપારી પાસેથી અફીણ ઝડપાયું
ઉધના ભાઠે હિંગળાજ સોસાયટીમાં રહેતા વેપારી 53 વર્ષીય સ્વરૂપસિંહ હિરસિંહ રાજપૂતએ (રહે,મૂળ રહે,રાજસ્થાન)કરિયાણાની દુકાનની આડમાં છેલ્લા 2 વર્ષથી નશીલા પદાર્થ અફીણનું વેચાણ કરતો હોવાની બાતમી એસઓજીના પીઆઈ ચૌધરી અને પીએસઆઈ જાડેજાની ટીમને મળી હતી. જેના આધારે સ્ટાફે શનિવારે મોડીરાતે દુકાનમાં રેડ પાડી વેપારી પાસેથી 4 કિલો અફીણ પકડાયું હતું.

Opium Caught In Raid: Opium Caught In Raid News in Gujarati | Latest Opium  Caught In Raid Samachar - News18 Gujarati

ઓળખીતા અને કાયમના ગ્રાહક હોય તેવાને જ અફીણ આપતો હતો
પોલીસે 4 કિલો અફીણ રૂ. 4.79 લાખ, અફીણના વેચાણની રકમ 11.80 લાખ, મોબાઇલ સહિત 16.65 લાખનો મુદામાલ કબજે કર્યો છે. વેપારીને અફીણનો જથ્થો રાજસ્થાનથી એક શખ્સ બસમાં સુરત આવી આપી જતો હતો. વેપારી એક ગ્રામ અફીણ 2 હજારમાં વેચતો હતો. મોટેભાગે તેની પાસે અફીણ લેવા માટે રાજસ્થાની આવતા હતા. વેપારી ઓળખીતા અને કાયમના ગ્રાહક હોય તેવાને અફીણ પેકેટ બનાવી આપતો હતો.

આ પહેલા 1 કરોડનો એમડી ડ્રગ્સ પકડાયો હતો
સુરત પોલીસ કનિશનર અજય તોમરે ચાર્જ સંભાળ્યા બાદ ડ્રાઈવ કરી ડ્રગ્સને ઝડપી પાડ્યો હતો. જેમાં એખ જ દિવસમાં 1 કરોડથી વધુનો એમડી ડ્રગ્સ ઝડપાયો હતો. આ ડ્રગ્સ કેસમાં આદિલ નુરાનીના કારણે ભારે ચર્ચામાં રહ્યો હતો. આ ડ્રગ્સ કેસમાં 11 જેટલા આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ