પેટાચૂંટણી : ધારીમાં ભાજપ 8936 મતથી આગળ, ગઢડા અને મોરબીમાં ભાજપની જીત નક્કી, ગઢડામાં કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી મત ગણતરી કેન્દ્ર છોડ્યું

954
Published on: 2:48 pm, Tue, 10 November 20

પેટાચૂંટણી ગુજરાત

સૌરાષ્ટ્રની 3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ આજે બપોર સુધીમાં આવી જશે. સૌરાષ્ટ્રની ગઢડા, ધારી અને મોરબી બેઠક પર મતગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે પ્રથમ રાઉન્ડમાં ત્રણેય બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું હતું. ગઢડામાં બેલેટ પેપરની મતગણતરીમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર અને મોરબી-માળીયા બેઠક પર કોંગ્રસના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે.

મોરબીમાં 34માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા 5134 મતથી આગળ ચાલે છે અને લીડમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ધારીમાં 16માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા 8926 મતથી આગળ છે. જ્યારે ગઢડામાં 22માં રાઉન્ડના અંતં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર 19048 મતથી આગળ ચાલી રહ્યા છે.

ગઢડાના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ મત ગણતરી કેન્દ્ર છોડી જણાવ્યું હતું કે, લોક ચુકાદો આવી રહ્યો છે. જનતાનો મત એ અમારો મત છે. ભાજપના કામો જોઈને મતદારોએ ભાજપને મત આપ્યા હશે. કોંગ્રસની હાર નહીં પણ જીત છે. ભાજપે તોડજોડ કરી જીત મેળવી છે.

Kaprada (Gujarat) By Election Result 2020 Live: Kaprada Vidhan Sabha Election  Results 2020, Winner, News

મોરબી બેઠક પર સાંસદ મોહન કુંડારીયા કિંગ મેકર બન્યા
મોરબી બેઠક પર ભાજપની જીત નક્કી છે. ભાજપની જીત પાછળ સાંસદ મોહન કુંડારીયા કિંગ મેકર બન્યા છે. મોરબી બેઠક પર અપક્ષ અને નોટાના મળી કુલ 12 હજારથી વધુ મતો કોંગ્રેસને અસર કરી ગયા છે. પાતળી સરસાઈથી ભાજપની મોરબી બેઠક પર જીત મળશે.

મોરબીના લક્ષ્મીવાસના ટેબલ નંબર 2ના EVMમાં ક્ષતિ, ધારીમાં 2 EVM બંધ થયા
મોરબીના લક્ષ્મીવાસના ટેબલ નં.2ના EVMમાં ક્ષતિ સર્જાઈ છે. આથીસ હવે વીવીપેટ સ્લીપથી બે નંબરના ટેબલની ગણતરી કરવામાં આવી રહી છે. ગઢડા મતદાન મથક પર ભાજપના કાર્યકરો ઉત્સાહમાં, જયશ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.બીજી તરફ ધારીમાં મતગણતરી દરમિયાન 2 EVM બંધ થયા હતા. ધારીના હામાપુર અને વાઘાપરના EVMમાં ટેક્નિકલ ખામી આવતા લોક થયા છે. મતગણતરીના અંતે આ બંને EVMના મતને વીવીપેટથી ગણવામાં આવશે.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ
મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં માહોલમાં પૂર્ણ થાય તે માટે તમામ મત ગણતરી સેન્ટર પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મતગણતરી કેન્દ્ર ખાતે ફરજ ઉપરના કર્મીઓ અને મતગણતરી એજન્ટોના પ્રવેશ માટે પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ધારી મહિલા કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર કોરોનાને લઈને તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. તમામ કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

gujarat election results 2019: From Ahmedabad and Gandhinagar to Amreli and  Surat, here are the big contests to watch out for

મોરબી બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ
મોરબી માળીયા બેઠક પર બીજા રાઉન્ડ ની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા 278 મતથી આગળ ચાલી રહ્યાં છે. પ્રથમ રાઉન્ડના અંતે બ્રિજેશ મેરજાને 1466 મત મળ્યાં, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલને 1182 મત મળ્યાં છે.

ગઢડા બેઠક પર ભાજપ આગળ
ગઢડા બેઠકમાં પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર આગળ ચાલી રહ્યાં છે.ભાજપ 1420 મત સાથે આગળ ચાલી રહ્યું છે.

મતગણતરીમાં થોડો વિલંબ થાય તેવી શક્યતાઃ અધિકારી
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નાએ કહ્યું કે દર વખતે એક મથક પર 1500 મતદારોનું ધોરણ હોય છે. આ વખતે કોવિડ ગાઇડલાઇનને કારણે તે રેશીયો 1 હજાર મતદારનો કરવામાં આવ્યો છે. જેથી ઇવીએમની સંખ્યા પણ વધી છે અને તે પ્રમાણે ટેબલ અને રાઉન્ડ પણ વધુ ગોઠવવામાં આવ્યા છે. જેના કારણે મતગણતરીમાં થોડો વિલંબ થાય તેવી શક્યતા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ