જાણો આજ ની પરાજય બાદ હાર્દિક પટેલ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ શું કહ્યું?

5277
Published on: 7:28 pm, Tue, 10 November 20

ગુજરાત વિધાનસભા

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે ક્લિન સ્વિપ કર્યું છે. ભાજપ પોતાની તમામ મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠકો ગુમાવી ચુક્યું છે. તમામ બેઠકો પર ભાજપનો ભગવો ભવ્ય રીતે લહેરાયો છે. ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં મુખ્યમંત્રીએ 2022નું આ માત્ર ટ્રેલર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 2022ની ચૂંટણીમાં તમે આ જ ચિત્ર વધારે સીટો પર જોઇ શકશો.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે ક્લિન સ્વિપ કર્યું છે. કોંગ્રેસ પોતાની તમામ મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠકો ગુમાવી ચુક્યું છે. તમામ બેઠકો પર ભાજપનો ભગવો ભવ્ય રીતે લહેરાયો છે. ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં મુખ્યમંત્રીએ 2022નું આ માત્ર ટ્રેલર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 2022ની ચૂંટણીમાં તમે આ જ ચિત્ર વધારે સીટો પર જોઇ શકશો.

આ અંગે કોંગ્રેસના પક્ષ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, અમને લાગતું હતું કે, પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે પણ અમે પ્રજાનો જનાદેશ સ્વીકારીએ છીએ. રાજ્યસભાની એક બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદ્યા અને કોરોનાના કપરા કાળમાં ગુજરાતી નાગરિકો પર પેટા ચૂંટણી થોપી દીધી હતી. જે લોકોએ સત્તાનાં જોરે પૈસાના જોરે આ ચૂંટણીઓમાં ઝંપલાવ્યું તેમને પ્રજા હરાવશે તેવું અમારુ અનુમાન હતું.

પરેશ ધાનાણીએ ભ્રષ્ટાચારના નામે હાથ ઉંચા કરી લીધા
ધાનાણીએ ચૂંટણીના પરિણામો બાદ ભ્રષ્ટાચારના નામે હાથ ઉંચા કરી લીધા હતા. તેમણે પરાજય માટે ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે ટ્વીટ કરીને એક કવિતા ટ્વીટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, પેટા ચૂંટણીના પરિણામ.

મરતા દમ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલો રહીશ : હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વને મેસેજ આપતું ટ્વીટ હિંદીમાં કર્યું હતું. હાર જીતના કારણોથી જેને પોતાની વિચારધારા ન હોય અને રાજનીતિમાં વેપાર કરવા માટે આવ્યા હોય તેવા લોગો બદલાય છે. હું ચોક્કસ વિચારધારા સાથે કોંગ્રેસમાં જોડાયો છું. જીવીશ ત્યાં સુધી કોંગ્રેસ સાથે જોડાયેલો રહીશ. લડીશ-જીતીશ, મરતા દમ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલો રહીશ.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ