સાળંગપુર મંદિર: હનુમાનદાદાને કાળીચૌદસે 6.5 કરોડ ખર્ચે બનેલા 8 કિલો સોનાના વસ્ત્રોનો શણગાર

3323
Published on: 4:49 pm, Sun, 15 November 20

સાળંગપુર હનુમાનજી

આઠ કિલો સોના અને હીરાજડિત ૬.૫૦ સાડા છ કરોડના સુવર્ણના વાઘા સૌપ્રથમવાર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તીર્થધામ સારંગપુર

દિવાળી પર્વને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હનુમાન દાદાને ૮ કિલો  સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો દાદાને અર્પણ કરવામાં આવશે. યજ્ઞ સહિત દાદાને અન્નકોટ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર ગામ અને સાળંગપુરમાં આવેલ વિશ્વ વિખ્યાત હનુમાનજી દાદાનું આ કષ્ટભજન મંદિર કે જ્યાં હજારો, લાખોની સંખ્યામાં અહીં દાદાના દર્શન કરવા ભક્તો આવતા હોય છે. શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. એવા સાળંગપુર ધામના હનુમાનજી દાદાની રાત્રી એટલે કાળી ચૌદસ આ દિવસનું અહીં ખૂબ મોટું મહત્વ હોય છે. કાળી ચૌદસના દિવસે સવારે મંગળા આરતી, સમૂહયજ્ઞ,અભિષેક આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તો દ્વારા 6.5 કરોડના ખર્ચે બનાવેલ સુવર્ણ વસ્ત્રો અર્પણ કરાયા છે. 6.5 કરોડ ના ખર્ચે બનેલા સુવર્ણ વસ્ત્રોની મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. પાલખી યાત્રાના સુવર્ણ વાઘાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના સોનાના વસ્ત્રો સંતો ને દાતાઓએ અપર્ણ કર્યા હતા. 6.50 કરોડના ખર્ચે આઠ કિલો સોનાના ,હીરા જડિત આભૂષણો અપર્ણ કરવામાં આવ્યા હતા. આ સમયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ અને અન્ય સંતો હાજર રહ્યા હતા.

૮ કિલો સોનામાંથી આ વસ્ત્રો બનાવામાં આવ્યા

આ વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસ ખૂબ મહત્વ ની માનવામાં આવે છે. કારણ કે આ વર્ષે ભક્તો  દ્વારા હનુમાનજી દાદા ને 6.5 કરોડ ના ખર્ચે બનાવવામાં આવેલ હીરા જડિત સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે..અને અદાજે ૮ કિલો સોનામાંથી આ વસ્ત્રો બનાવામાં આવ્યા છે . તો બીજી તરફ .આરતી ના સમય માં મંદિર દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

આ વર્ષે કાળી ચૌદસના દિવસે બપોર બાદ દિવાળીનો દિવસ શરૂ થતો હોય ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન, દીપોત્સવ સંધ્યા આરતી અને રાત્રે આતશબાજીનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસ ખૂબ મહત્વની માનવામાં આવે છે. કારણ કે આ વર્ષે ભક્તો દ્વારા હનુમાનજી દાદાને 6.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ હીરા જડિત સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે. અંદાજે ૮ કિલો સોનામાંથી આ વસ્ત્રો બનાવામાં આવ્યા છે. તો બીજી તરફ આરતીના સમયમાં મંદિર દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સુવર્ણ વાઘાની વિગત…
* સુવર્ણ વાઘામાં 8 KG જેટલું સુવર્ણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે.
* લગભગ આ વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર થતા 1 વર્ષ જેટલો સમય લાગ્યો છે.
(તા.૧૫ નવેમ્બર ૨૦૧૯ થી 14 નવેમ્બર કાળી ચૌદશ ૨૦૨૦)
* સુવર્ણ વાઘાને તૈયાર કરવામાં 22 જેટલા મુખ્ય ડીઝાઇનર આર્ટીસ્ટ સાથે મળી 100 જેટલા સોનીઓએ કામ કર્યું છે. અને તૈયાર થવામાં આશરે 1050 કલાક જેટલો સમય લાગ્યો છે.
* આ વાઘા સ્વામિનારાયણ જ્વેલ નામક પ્રસિધ્ધ કંપની પાસે બનાવવામાંઆવ્યા છે.( હીતેનભાઈ સોની )
* સુવર્ણ વાઘા એ અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બીનેશન છે.
* રીયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબી જડેલું છે.
* 3DWORK- બિકાનેરી મીણો-પેન્ટીંગ મીણો- ફિલીગ્રી વર્ક
*  સોરોસ્કી જડેલું છે.
*  એન્ટીક વર્ક
*  રિયલ મોતી
* સુવર્ણ વાઘાની પ્રથમ ડીઝાઇન કરવા માટે સ્પેશલ ડીઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી. ઘણી બધી ડીઝાઇન બનાવી-તપાસી-સમયાંતરે સંતોના માર્ગદર્શનથી ફાઈનલ ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ