રાજકોટમાં આવતીકાલે મહિલાઓ સિટી બસ અને BRTS બસમાં કરી શકશે ફ્રી મુસાફરી : મનપા દ્વારા નિર્ણય લેવાયો

959
Published on: 6:33 pm, Mon, 16 November 20

રાજકોટ ગુજરાત

ભાઈબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં તમામ મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવે છે. આવતીકાલે 17 નવેમ્બરના રોજ ભાઈબીજના દિવસે મહિલાઓ સિટી અને BRTS બસમાં ફ્રીમાં મુસાફરી કરાવવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.

ઘણા વર્ષોથી રક્ષાબંધન તથઆ ભાઈબીજે ફ્રીમાં મુસાફરી કરાવામાં આવે છે

રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે એક યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં મહિલાઓને ફ્રીમાં મુસાફરીની સવલત આપવામાં આવે છે.

BRTS and City Bus

ફ્રી બસ સેવાનો લાભ લેવા મનપાનો અપીલ

આ જ રીતે આવતીકાલે ભાઈબીજ નિમિત્તે તા.17-11-2020ને મંગળવાર રોજ રાજકોટ મહાનાગપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં તમામ મહિલાઓને આવન-જાવન માટે ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ ફ્રી બસ સેવાનો લાભ લેવા બહેનોને અનુરોધ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્વારા મહિલાઓને વર્ષમાં ત્રણ દિવસ સિટી બસ અને બીઆરટીએસ બસમાં મફતમાં મુસાફરી કરવા દેવામાં આવે છે.

જેમાં રક્ષાબંધન, ભાઈ-બીજ અને વિશ્વ મહિલા દિવસનો સમાવેશ થાય છે. આગામી રવિવારના રોજ રક્ષાબંધનનો તહેવાર આવતો હોય મહિલાઓ સવારથી સાંજ સુધી બીઆરટીએસ અને સિટી બસમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.

બીઆરટીએસ અને સિટી બસનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા હાલ શહેરના ૪૪ ‚ટ પર ૬૦ મીડી અને ૩૦ સ્ટાન્ડર્ડ બસ ચલાવવામાં આવી રહી છે. આવતીકાલે ઈદ ઉલ અદહા (બકરી ઈદ) નિમિતે શહેરની શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે કાલે સિટી બસ સન્ડે શેડયુલ મુજબ ચલાવવામાં આવશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ