ગુજરાત : સુરેન્દ્રનગર પાસે ડમ્પર સાથે ટક્કર બાદ ઇકો કાર સળગી, ચોટીલા દર્શન કરીને પરત ફરતા 7 લોકો ના કરુણ મોત

5457
Published on: 2:56 pm, Sat, 21 November 20

સુરેન્દ્રનગર ગુજરાત

રાજ્યમાં છેલ્લા 3-4 દિવસોમાં અકસ્માતોમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આજે ફરી એક અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા છે. ચોટીલા દર્શન કરીને પરત ફરતાં પાટણના વારાહી અને રાધનપુરના 2 પરિવાર ના લોકોની ઈકો કાર ડમ્પર સાથે અથડાઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારમાં આગ લાગી હતી અને કારમાં સવાર લોકો બહાર પણ નહોતા નીકળી શક્યા. અકસ્માતમાં બે પરિવાર બળીને ભડથું થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ આજે સવારે લગભગ સાડાપાંચ વાગ્યે માલવણ-ખેરવા પર ઈકો કાર ડમ્પર સાથે અથડાયા બાદ રોડની સાઇડમાં ઉતરી ગઈ હતી.

ચોટીલા દર્શન કરીને પરત ફરતાં પાટણ જિલ્લાના વારાહી અને રાધનપુર તાલુકાના દર્શનાર્થીઓની ઈકો કારનો ડમ્પર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી હતી અને કારમાં સવારે દર્શનાર્થીઓ બહાર ન નીકળી શકતા આગમાં ભડથું થઈ ગયા હતા. અકસ્માતમાં બે પરિવાર બળીને ભડથું થઈ ગયા હતા. તમામના મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ થયા હતા.

માલવણ-ખેરવા હાઇવે અકસ્માત:સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા દર્શનાર્થીઓની કારનો અકસ્માત, પાટણના 2 પરિવારના 7 લોકો ભડથું

પાટડી એક કલાક પહેલા અકસ્માતમાં ઘાયલ થયેલા કારમાં સવાર લોકો બહાર ન નીકળી શકતાં મોતને ભેટ્યા
ચોટીલા દર્શન કરીને પરત ફરતાં પાટણ જિલ્લાના વારાહી અને રાધનપુર તાલુકાના દર્શનાર્થીઓની ઈકો કારનો ડમ્પર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી હતી અને કારમાં સવારે દર્શનાર્થીઓ બહાર ન નીકળી શકતા આગમાં ભડથું થઈ ગયા હતા. અકસ્માતમાં બે પરિવાર બળીને ભડથું થઈ ગયા હતા. તમામના મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ થયા હતા.

કાર ખાડામાં ઊતર્યા બાદ ભભૂકી હતી
મળતી વિગતો અનુસાર, બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આજે સવારે સાડાપાંચ વાગ્યાના અરસામાં માલવણ-ખેરવા પર ઈકો કાર જીજે 24 એક્સ 1657 ઘરે પરત ફરતી વેળા ડમ્પર જીજે 33 ટી 5959 સાથે ટકરાતાં કાર ખાડામાં ઊતરી ગઈ હતી. ત્યાર બાદ કારમાં આગ ભભૂકી ઊઠી હતી અને કારમાંથી બેસેલા ડ્રાઈવર સહિતના તમામ 7 લોકો બળીને ભડથું થઈ ગયા હતા.

અકસ્માત બાદ આગમાં ભડથું થનારા કમનસીબનાં નામો

રમેશભાઈ મનસુખભાઈ નાયી(ઉં.વ. 38) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ.
કૈલાશબેન રમેશભાઈ નાયી (ઉં.વ. 35) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ.
સનીભાઈ રમેશભાઈ નાયી (ઉં.વ. 12) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ.
શીતલબેન રમેશભાઈ નાયી (ઉં.વ. 8) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ.
હરેશભાઈ ચતુરભાઈ નાયી (ઉં.વ. 35) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ.
સેજલબેન હરેશભાઈ નાયી (ઉં.વ. 32) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ.
હર્ષિલભાઈ હરેશભાઈ નાયી (ઉં.વ. 6) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ

કારમાં આગ લાગતા જ ડ્રાઈવર સહીત કુલ 7 લોકો ના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા.આગ એટલી ભયાનક હતી કે મૃતદેહો ની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. પાટણના 2 પરિવાર ચોટીલા થી પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં 6 વર્ષ અને ૮ વર્ષની ઉમરના 2 બાળકો પણ હતા. પ્રાથમિક તપાસમાં ગાડીમાં ગેસ કિટ ને કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ