Ind vs Aus, ODI : ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડેમાં ભારતને 66 રનથી હરાવ્યું , કોહલીનું સિડનીમાં ખરાબ પ્રદર્શન જારી..

465
Published on: 8:43 pm, Fri, 27 November 20

વન-ડે

ઓસ્ટ્રેલિયાની પીચ પર ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચથી આજે ટીમ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ આઠ મહિનાના લાંબા અંતરાલ બાદ ફરીથી ક્રિકેટમાં વાપસી કરી છે.

ઓસ્ટ્રેલિયા પ્રથમ વનડે 66 રને જીત્યું:289 દિવસ પછી મેદાન પર પરત ફરી ટીમ ઇન્ડિયા, કોહલીનું સિડનીમાં ખરાબ પ્રદર્શન જારી..

ઓસ્ટ્રેલિયા ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં સિડની ખાતે ભારતને 66 રને હરાવ્યું છે. 375 રનનો પીછો કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 308 રન જ કરી શકી હતી. હાર્દિક પંડ્યા અને શિખર ધવને પોતાના કરિયરની પાંચમી અને 30મી ફિફટી ફટકારતા અનુક્રમે 90 અને 74 રન કર્યા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી (21), લોકેશ રાહુલ (12) અને શ્રેયસ ઐયરે (2) નિરાશ કર્યા. કાંગારું માટે એડમ ઝામ્પાએ 4, જોશ હેઝલવુડે 3 વિકેટ અને મિચેલ સ્ટાર્કે 1 વિકેટ લીધી.

ત્રણ મેચની સીરિઝમાં ભારત 0-1થી પાછળ છે અને વિરાટ સેનાએ હવે સીરિઝ જીતવા માટે બાકીની બંને વનડે જીતવી પડશે. કોહલીનું સિડનીમાં ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું છે. તેણે આ મેદાન પર 6 મેચમાં 57 રન બનાવ્યા છે. આ મેચ પહેલાં તેણે અહીં 5 મેચમાં 21, 3, 1, 8 અને 3 રન બનાવ્યા હતા

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ