વડોદરામાં કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતા 3 શોપિંગ મોલ ત્રણ દિવસ માટે સીલ, જાણો

436
Published on: 6:52 pm, Sat, 28 November 20

વડોદરા ગુજરાત

વડોદરામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે  કોરોના ની બીજી લહેરને વડોદરામાં હવે પછી આગળ વધતી રોકવા માટે  કોર્પોરેશનની 24 જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને 4 ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ગઈકાલે મળેલી બેઠકમાં નક્કી થયા મુજબ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવા કડક હાથે કાર્યવાહી શરૂ કરી સપાટો બોલાવ્યો છે.

જેમા ગેંડા સર્કલ ખાતે આવેલો વડોદરા સેન્ટ્રલ મોલ  હરણી રોડ પર આવેલો રિલાયન્સ સ્માર્ટ મોલ તેમજ માંજલપુરના ઈવા મોલને કોવિડ ગાઇડ લાઇનનો ભંગ થતા ત્રણ દિવસ માટે સીલ કરી દેવાયો છે.

આ ઉપરાંત ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રુટની દુકાન અને ગોડાઉન સીલ કરાયું હતું. કારેલીબાગમાં ડોરમેટની દુકાન વોર્ડ 9 માં પાનઅને કોલ્ડ્રિંક્સની વોર્ડ નંબર 5 ગિફ્ટ આઈટમની દુકાન ગોરવા શાકમાર્કેટ સામે શાકભાજીની દુકાન તેમજ સેવ ઉસળની લારી સીલ કરી દેવામાં આવી હતી. કોરોના પોઝિટિવ કેસોમાં ઉછાળો હતા તેમજ સંક્રમણ વધતા રાત્રી કર્ફ્યુ નાખવામાં આવ્યો છે અને તેની સાથે સાથે કોવિડ ગાઈડલાઇનનું પાલન કરાવવા તંત્રે કમર કસી છે અને તે માટે ટીમોની રચના કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત આજે સવારથી શહેરના વિવિધ ભરચક વિસ્તારોમાં માઇકથી એનાઉન્સમેન્ટ કરવાની સાથે કોવિડ ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરવા બદલ દુકાનો સીલ કરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.જેમાં ફ્લાઇંગ સ્ક્વોડ અને એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી હતી. નક્કી કરવામાં આવેલા સ્થળો પર આ ટીમો દ્વારા મોનિટરિંગ કરી કોવિડ 19 ગાઈડલાઈન સંદર્ભે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પાલિકાની ટીમે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં કોવિડ-19 ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવા સઘન કામગીરી હાથ ધરી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ