ટિમ ગબબર દ્વારા મોટા વરાછા થી ઉમરા વચ્ચે ના દુખિયા ના દરબાર વાળા રોડ પર સ્ટ્રીટલાઈટ તાત્કાલિક મુકવામાં ની ફરિયાદ ઓનલાઈન કરાઈ

735
Published on: 3:33 pm, Mon, 30 November 20

સુરત ગુજરાત

પ્રતિ.
સુરત કલેક્ટર શ્રી.
સુરત મ્યુનિ.કમિશનર
કાર્યપાલક ઈજનેર શ્રી. વરાછા – બી ઝોન

*વિષય:- સુરતના મોટા વરાછા તળાવ થી દુખિયા ના દરબાર થી ગોથાણ પુલ વચ્ચે સ્ટ્રીટ લાઈટ સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે.*

ઉમરા ગામ માં હાલ હજારો ની વસ્તી ધરાવે છે અને થોડા મહિના પહેલા જ આ ગામ ને સુરત મહાનગરપાલિકા માં સમાવેશ કરી દેવામાં આવ્યો છે છતાં પ્રાથમિક સુવિધા ઓ મળી રહી નથી, રોડ પર કચરો , રોડ પર રખડતા માલિકી ના ઢોર નો ત્રાસ અને ચોરી ,લૂંટ અને મહાનગરપાલિકા નું મીઠું પાણી , કઈ પણ સેવા ઉમરા ગામ ને મળી નથી.

Gabbar

થોડા દિવસ પહેલા જ દુખિયા ના દરબાર વાળા રોડ વહેલી સવાર માં લૂંટ નો બનાવ બન્યો હતો છતાં રાત્રી પેટ્રોલિંગ વધારવામાં આવ્યું નથી તો શું તંત્ર કોઈ મોટી ઘટના ની રાહ જોતું હોય એવું લાગે છે.

*સવિનય જણાવવાનું કે અમો કે એચ ગજેરા અને ધારા બેન અકબરી એડવોકેટ રહે. બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૧ સુરત ટીમ ગબ્બર ને રજુવાત મળી છે કે, તાજેતરમાં સુરતમાં સમાવેલા વિસ્તારોમાં ઉમરા અને વેલેંજા ગામમાં મોટા વરાછા થી દુખિયા ના દરબાર (તળાવ) થી બાંગર કોલોની થી ઉમરા ગામ ના પુલ સુધી ના રસ્તા પર હાલમાં જ આ રોડ પર સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે, વાહન ચાલકો ને લુંટ ચલાવી હતી જે દૈનિક પેપર થી ધ્યાન માં આવ્યું છે જેથી ફરીવાર આવા લુંટ ના બનાવ બનવા ન પામે તેમાટે માત્ર ને માત્ર સ્ટ્રીટ લાઈટ ના અભાવે જ આવા બનાવો બને છે એવું કહી શકાય છે.અને લોકોને આ રોડ પર વિના ડરે અને મોટી સંખ્યામાં લોકો રસ્તા નો ઉપયોગ કરતા હોય જેથી સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ કરાવવા અને તે માટે સર્વે, તપાસ અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સ્થાનિક લોકો ને માંગ છે. નવા સમાવેશ કરવામાં આવેલ ગામના લોકો પાસે થી smc વેરા પણ લેવાનું શરૂ કરવા આકરણી ની નોટિસ પણ આપેલ છે.

હાલમાં લગ્ન સિઝન ચાલુ છે અને શિયાળા દરમ્યાન વહેલા અંધારું થઈ જતું હોય છે. અને આ રોડ પર રાત્રે કોઈ પણ વ્યક્તિ એકલા પોતાના વાહન દ્વારા પોતાના ઘરે પરત જવામાં ડર લાગે છે. અને ટીમ ગબ્બર ને smc દ્વારા તા.૧૩ Nov. 2020 ના રોજ જવાબ પણ આપવામાં આવેલ છે કે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી કરી રહ્યા છે.

તા. 25 Nov 2020 ના રોજ તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા ટીમ ગબ્બર દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. તેમ છતાં હજી સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી જેથી સ્ટ્રીટ લાઈટ,ની સગવડ તાત્કાલિક અસરથી કરી કરાવી ઉપરોક્ત ટીમ ગબ્બર ની ફરિયાદ અને માંગણી કરી છે. જેથી તાત્કાલિક અસરથી ટીમ ગબ્બર ની માંગણી અને રજુવાત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી /કરાવી અને અમારી માંગણી જે અધિકારી /વિભાગ ને પહોંચાડી અને કરેલી કાર્યવાહી નો લેખિત જવાબ r અન્વયે જવાબ અમારા ટીમ ગબ્બર ના સરનામે મોકલી આપવા માટે અરજ છે.*

લી :- કે એચ ગજેરા, ધારા બેન અકબરી એડવોકેટ અને વિપુલ ભાઈ મુંજાણી

ટીમ ગબ્બર – ગુજરાત,મોં.નં. 98249 05575*
*તા. ૩૦/૧૧/૨૦૨૦*
*પત્ર વ્યવહાર નું સરનામું :-બી ૩ દિવ્ય શક્તિ સોસા. પુણા ગામ સુરત ૩૯૫૦૧૧.*
મેઇલ રવાના:-
૧ .મુખ્યમંત્રી
૨ .કલેકટર શ્રી. સુરત
૩.ના.મુખ્યમંત્રી.
૪.સાંસદ શ્રી.સુરત
૫.વિરોધ પક્ષ ના નેતા

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ