ઉદ્યોગપતિ ના પુત્રના લગ્નમાં નિયમોના ભંગ સાથે બેફામ ઊજવણી, સાંસદ પૂનમ માડમ પણ હાજર

1530
Published on: 3:52 pm, Wed, 2 December 20

લગ્ન સમારોહ

  • જામનગરના સાંસદ પૂનમ માડમની પણ જોવા મળી હાજરી,,,
  • તાપી બાદ ખંભાળિયામાં પણ લગ્ન સમારોહમાં ન જળવાયા નિયમો

પૂર્વ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈના મુદ્દે હાઇકોર્ટની લાલ આંખ, SP-સ્થાનિક પોલીસ પાસે જવાબ માગ્યો

પૂર્વ આદિજાતિમંત્રીની પૌત્રીની સગાઈમાં સોશિયલ ડિસ્ટન્સનો દાટ વળ્યો હતો
ગઈકાલે ડોસવાડા ગામે રાજ્યના પૂર્વ આદિજાતિમંત્રી અને સુમૂલના ડિરેકટર એવા કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈ 30મી નવેમ્બરે ડોસવાડાના ભગત ફળિયામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાઈડલાઈન્સનો સંપૂર્ણ ભંગ થયો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા હતા. રાત્રે હજારો લોકો એકત્રિત થઇ ગરબા યોજવામાં આવ્યા હતા. સગાઈના પ્રસંગમાં લોકોએ મોઢે માસ્ક બાંધ્યું ન હતું કે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યું ન હતું.

આ સગાઈ પ્રસંગનો મોટી મેદની સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. હાલમાં વિશ્વવ્યાપી કોરોના મહામારીને વધતી અટકાવવા સરકાર વિવિધ ગાઈડલાઇન્સ બહાર પાડે છે. સામાજિક પ્રસંગોએ 100થી વધુ લોકો ભેગા ન થાય એ માટે સૂચના આપી છે. જોકે કોંગ્રેસ હોય કે ભાજપ, બંને પક્ષના નેતાઓ ગાઈડલાઈન્સનો સરેઆમ ભંગ કરે છે, જ્યારે સામાન્ય વ્યક્તિ પાસે આવાં જ કારણોસર દંડ વસૂલ કરે છે.

રાજ્યના પૂર્વ માજી મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈમાં કોરોના ગાઇડલાઇન્સનું સરેઆમ ઉલ્લંઘન કરી 2000 લોકોનું ટોળું ભેગું કરવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી આ મામલે જિલ્લા એસપી અને સ્થાનિક પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે ફરિયાદ દાખલ થઈ છે કે નહીં એ અંગેની માહિતી માગી હતી.

તાપી બાદ ખંભાળિયામાં પણ લગ્ન સમારોહમાં કોવિડ ગાઇડલાઇનના નિયમોનું પાલન ન થયું. આ વીડિયો ઉદ્યોગપતિ ભીખુભાઇ ગોજિયાના પુત્રના લગ્ન સમારોહનો હોવાનું સામે આવ્યું છે. 

આ લગ્ન સમારોહ ખંભાળિયાના નવી મોવાણ ગામે યોજાયો હતો. લગ્ન સમારોહમાં જામનગરના સાંસદ પૂનમ માડમની સૂચક હાજરી જોવા મળી. આમ એક તરફ કોરોના વકરી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગમાં નિયમો જળવાતા નથી.

ઉલ્લેખનીય છે કે આજે ખંભાળિયાના નવી મોવાળ ગામે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જ્યારે કાલે પૂર્વ મંત્રી કાંતિ ગામિત પરિવારનો વીડિયો વાયરલ થયો હતો.

જામ ખંભાળિયામાં  ભાજપ નેતાને ત્યાં ભવ્ય લગ્નનો વધારે એક વીડિયો વાઇરલ થઇ સામે આવ્યો છે. ભીખુભાઇ ગોજિયાના પુત્રના લગ્ન સામારોહમાં સામાજિક અંતરના ધજાગરા ઉડયા હતા. આ લગ્નમાં ગાયક ગીતા રબારીનો સંગીત કાર્યક્રમ પણ યોજાયો હતો.

આ લગ્ન સમારોહમાં જામનગરના સાંસદ પુનમબેન માડમ પણ હાજર રહ્યા હતા. ગઇકાલે પૂ્ર્વ મંત્રી કાંતિ ગામિત પરિવારનો વીડિયો વાઇરલ થયો હતો. એક પછી એક નેતાના પરિવારનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, હાઇકોર્ટના સખત વલણ પછી પણ નેતાઓ સામાજિક પ્રસંગમાં બેફામ જોવા મળી રહ્યાં છે.

કાંતિ ગામિતે પોતાની ભૂલ સ્વીકારી કહ્યું – મારી ભૂલ થઈ અને માફી માંગું છું

ભાજપના નેતા કાંતિ ગામિતે પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી. કાંતિ ગામિતે કહ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા તે માટે હું માફી માંગુ છું, હવે હું સાચવીશ. ગામડામાં કોરોનાના કેસ ઓછા છે તેમ સમજીને લોકો આવ્યા હતા. સગાઈ જ કરવાની છે તેમ માનીને અમે કાર્યક્રમ યોજ્યો હતો. થઈ ગયુ એ થઈ ગયું. અમે આમંત્રણ નહોતુ આપ્યું, પરંતુ ગામડામાં લોકો આવી જ રીતે આવી જાય છે. વોટ્સએપના આમંત્રણ પર લોકો આવ્યા હતા. જેને લઇને અમે 1500થી 2000 લોકોનું જમવાનું તૈયાર રાખ્યું હતું.

ભાજપ નેતા કાંતિ ગામીતના પૌત્રીના સગાઇ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમતા નજરે પડ્યા હતા. કોરોના સંકટ સમયે સામાજિક અંતરના ધજાગરા ઉડયા હતા. કાંતિ ગામીત ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. ત્યારે સવાલ એ છે કે લોકો માટે નિયમો, નેતાઓ માટે નિયમો ક્યારે? કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં હજારો લોકો ઉમટયાં હતા.

તાપીમાં કાંતી ગામિતની પૌત્રીની સગાઇમાં પ્રસંગમાં ભીડના મામલાને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો તરીકે લીધી છે. હાઇકોર્ટે જણાવ્યું કે તાપીમાં એકત્રિત થયેલી ભીડ અમે જોઇ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ