ટીમ ગબ્બર ની ઉચ્ચ કક્ષાએ રજૂઆત થી માત્ર ૨ દિવસ માં એક મહિનાથી પાણી માટે વલખાં મારતા સરંભડા ગામના લોકો ની મુશ્કેલી થઈ દુર

943
Published on: 4:36 pm, Wed, 2 December 20

સરંભડા ગારીયાધાર 

ટીમ ગબ્બર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત થી માત્ર ૨ દિવસ માં છેલ્લા એક મહિનાથી પાણી માટે વલખાં મારતા સરંભડા ગામના લોકો ની મુશ્કેલી દૂર કરી..

બે દિવસ પહેલા સરંભડા ગામ ના લોકો એ ટીમ ગબ્બર નો સંપર્ક કર્યો હતો અને છેલ્લા એક મહિના થી ગામ માં પીવાના પાણી ની સમસ્યા વિષે વાત કરી હતી જેથી ટીમ ગબ્બર દ્વારા ઓનલાઈન ફરિયાદ કરી સરંભડા ગામ ના લોકો ની સમસ્યા દુર કરવા માટે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી જેનો જવાબ આજ રોજ આવેલ છે જે નીચે આપેલ ફોટા માં જોઈ શકો છો.

સરંભડા ગામ માં આશરે ૧૦૦૦ થી વધુ ની વસ્તી ધરાવે છે જેમાં વૃદ્ધો નો સંખ્યા વધુ છે તેથી પ્રાથમિક સુવિધા ઓ મળી રહે તે ખુબ જરૂરી છે, પરતું સરંભડા ગામ માં પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે,પાણી વગર જીવન શક્ય નથી છતાં ગારીયાધાર પ્રશાશન દ્વારા સરંભડા ગામ માં પીવાનું પાણી પહોચાડતું નથી તેથી ટીમ ગબ્બર દ્વારા સુરત થી જવાબદાર અધિકારીઓ ને તથા ભાવનગર પ્રશાશન ને ઓનલાઈન ફરિયાદ કરી હતી.

પીવાના પાણી નો કલર પીળાશ પડતો આવે છે જે તમે નીચે આપેલા ફોટો માં જોય શકો છો, આવું પાણી પીવાથી લોકો બીમાર પડે છે જેથી ભેલી તકે પાણી ની સમસ્યા દુર થાય એવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.

ગંદા પીવાના પાણી થી પરેશાન લોકો ની સમસ્યા દુર કરવા માટે ટીમ ગબ્બર દ્વારા ઉચ્ચ અધીકારી ઓ ને ફરિયાદ કરવામાં આવી હતી જેથી માત્ર 2 દિવસ મા જ સરંભડા ગામ માં પીવાના નું પાણી આપી સમસ્યા દુર કરવામાં આવી હતી. જેથી ગામ ના લોકો માં આનંદ જોવા મળ્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ