શ્રી શક્તિ જેમ્સ ના સંચાલકો 50 કરતા વધારે રત્નકલાકારો ને કરેલા કામ નો પગાર આપ્યા વગર જ પોતાનુ કારખાનુ બંધ કરી ને ફરાર

1246
Published on: 7:08 pm, Wed, 2 December 20

સુરત ગુજરાત

લોકડાઉન બાદ ડાયમંડ વર્કર ની હાલત કફોડી બની છે, ડાયમંડ કંપની ના માલિકો પગાર આપ્યા વગર ફરાર થઈ જતા કારીગરો ડાયમંડ વર્કર યુનિયન સુરત ના શરણે આવ્યા હતા, એક બાજુ મોંધવારી તો બીજી બાજુ પગાર ના આપતા લોકો માં ગુસ્સો જોવા મળ્યો છે.

જય ભારત સાથે જણાવવાનું કે સુરત ના માતાવાડી ખાતે આવેલ શ્રી શક્તિ જેમ્સ ના સંચાલકો અમારા 50 કરતા વધારે રત્નકલાકારો ને કરેલા કામ નો પગાર આપ્યા વગર જ પોતાનુ કારખાનુ બંધ કરી ને ફરાર થઈ ગયા છે

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે અને લોકડાઉન ના કારણે પહેલા થી જ રત્નકલાકારો ભારે મુસીબત મા મુકાય ગયા છે.

આવી ગંભીર કટોકટી મા 50 કરતા વધારે રત્નકલાકારો ને પગાર આપ્યા વગર રામ ભરોસે રાખી ને શ્રી શક્તિ જેમ્સ ના માલિકો એ ઉઠમણું કરતા 50 રત્નકલાકારો ભારે મુસીબત મુકાય ગયા છે

શ્રીશક્તિ જેમ્સ ના મુસીબત મા મુકાયેલ રત્નકલાકારો એ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત નો સંપર્ક કરી ને પોતાની સમસ્યા બાબતે રજુઆત કરી હતી

માટે યુનિયન દ્વારા આજે શ્રી શક્તિ જેમ્સ ના રત્નકલાકારો ની સમસ્યા બાબતે સુરત પોલીસ કમિશનરશ્રી અને ડેપ્યુટી લેબર કમિશનરશ્રી અને સુરત ડાયમંડ એસોસિએશન ના પ્રમુખશ્રી ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું હતું અને રત્નકલાકારો બાકી પગાર તાત્કાલિક ના ધોરણે ચૂકવવા મા આવે એવી માંગણી કરવા મા આવી છે.

શ્રી શક્તિ જેમ્સ ના ઉઠમણા બાબતે ની પતાવટ માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પંચ ની નિમણુંક કરવા મા આવી છે માટે સુરત ડાયમંડ એસોસિએશન ને આવેદનપત્ર પાઠવી ને માંગણી કરવા મા આવી છે કે રત્નકલાકારો ના પગાર ના મુદ્દા ને અગ્રતા ક્રમે રાખી ને તાત્કાલિક રત્નકલાકારો ને કરેલા કામ નો પગાર ચૂકવવા મા આવે એવી અમારા સૌ રત્નકલાકારો વતી ભાવેશભાઈ ટાંક દ્વારા માંગણી કરવા મા આવી છે

સાથે સુરત પોલીસ કમિશનરશ્રી ને પણ આવેદનપત્ર પાઠવી શ્રી શક્તિ જેમ્સ ના ઉઠમણા ના કેસ ને આર્થિક ગુના નિવારણ સેલ મા ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા ની માંગણી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા માંગણી કરવા મા આવી છે

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત

પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા
મો.8758806097
ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક
9978438830
પ્રવક્તાશ્રી ભરતભાઈ હડિયા
7487877707
ઓફીસ:2116 ધ પેલેડીયમ મોલ યોગી ચોક વરાછા રોડ સુરત

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ