મોદીની મોટી જાહેરાત : આગામી સપ્તાહોમાં જ વૅક્સિન મળવાની સંભાવના,કિંમત માટે રાજ્ય સરકારો સાથે ચાલી રહી છે વાત

984
Published on: 3:26 pm, Fri, 4 December 20

કોરોના વૅક્સિન

સરકારે આજે કોરોના અંગે ઓલ પાર્ટી મીટિંગ(સર્વપક્ષીય બેઠક) યોજી હતી. વિડિયો-કોન્ફરન્સ દ્વારા આ મીટિંગની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમણે કહ્યું હતું, કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર નથી, થોડાંક સપ્તાહમાં રસી તૈયાર થઈ જશે. વેક્સિન કંપનીઓ સાથે ચર્ચા પછી મોદીની આ પહેલી અને મહત્ત્વની બેઠક છે.તેમણે વેક્સિનની તૈયારીઓ અંગ વિસ્તારથી પોતાની વાત મુકી. કહ્યું કે, થોડાંક સપ્તાહમાં કોરોના વેક્સિન તૈયાર થઈ જશે, પહેલી રસી બીમાર વૃદ્ધ અને હેલ્થ વર્કર્સને લગાડવામાં આવશે.

એક સપ્તાહથી વેક્સિન અંગે વડાપ્રધાન ઘણા સક્રિય છે. 28 નવેમ્બરે તેમણે પૂણેના સિરમ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદના ઝાયડ્સ બાયોટેક પાર્ક અને હૈદરાબાદમાં ભારત બાયોટેક ફેસિલિટીની મુલાકાત કરી તૈયારીઓની સમીક્ષા કરી હતી. 30 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સ દ્વારા જેનેવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઈ અને ડો. રેડ્ડીજની ટીમ સાથે ચર્ચા કરી. પીએમએ તેમને સલાહ આપી હતી કે સામાન્ય લોકોને વેક્સિનની અસર જેવી વાતો વિશે સરળ શબ્દોમાં સમજાવવા માટે એક્સ્ટ્રા એફર્ટ કરો.

ભારતના વૈજ્ઞાનિકોને તેમની સફળતા પર વિશ્વાસ છે અને તેમનો આત્મવિશ્વાસ મજબૂત છે. દુનિયાની નજર ઓછી કિંમતવાળી સૌથી સુરક્ષિત વેક્સિન પર છે. સ્વાભાવિક છે કે દુનિયાની નજર ભારત પર પણ છે. અમદાવાદ, પુણે અને હૈદરાબાદ જઈને મેં જોયું કે વેક્સિન મેન્યુફેક્ચરિંગ અંગે તૈયારીઓ કેવી છે. ICMR અને ગ્લોબલ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે તાલમેલ કરવામાં આવી રહ્યો છે. તમામ કમર કસીને તૈયાર છે. લગભગ 8 એવી સંભવિત વેક્સિન છે, જે ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે, જેનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ થયું છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં અન્ય દેશો કરતાં કોરોનાથી મૃત્યુદર ખૂબ નીચો છે. કોરોનાને લઇને ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધી ભારતે લાંબી યાત્ર કરી. કોરોના વેક્સીન પહેલા વૃદ્ધોને આપવામાં આવશે. કોરોના વેક્સિન માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

  • ભારતની પોતાની 3 અને અન્ય દેશની 5 એમ 8 રસીઓનું ઉત્પાદન ભારતમાં થવાનું છે
  • ભારતમાં બનનારી સસ્તી અને સૌથી સુરક્ષિત રસી પર વિશ્વની નજર છે
  • હેલ્થવર્કર, ફ્રન્ટલાઈન વર્કર, ગંભીર બીમારીથી ઝુઝતા લોકોને રસી સૌથી પહેલા અપાશે
  • ભારતે રસીના મેનેજમેન્ટ માટે વિશેષ સોફ્ટવેર COVIN બનાવ્યું
  • COVIN સોફ્ટવેરમાં કોરોનાના લાભાર્થી, સ્ટોકની રીઅલ ટાઈમ માહિતી હશે
  • ભારતમાં રસીના રિસર્ચમાં જોડાયેલા લોકોનો વિશેષ ટાસ્ક ફોર્સ બનાવ્યો છે
  • રસીકરણ અભિયાનની જવાબદારી ‘નેશનલ એક્સપર્ટ ગ્રુપ’ને આપવામાં આવી છે
  • ટેકનિકલ એક્સપર્ટ, કેન્દ્ર-રાજ્યના પ્રતિનિધિ નેશનલ એક્સપર્ટ ગ્રુપમાં હશે
  • રાષ્ટ્રીય અને સ્થાનિક જરૂરિયાત મુજબ નેશનલ એક્સપર્ટ ગ્રુપ તમામ નિર્ણયો લેશે

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ