અમદાવાદ : હિંમતનગર-શામળાજી હાઇવે પર રોડ સાઇડ પિલર સાથે સ્કોર્પિયો કાર ટકરાતાં 3 વ્યક્તિનાં મોત

788
Published on: 2:26 pm, Thu, 10 December 20

અમદાવાદ ગુજરાત

માર્ગ અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.ગુજરાતમાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

હિંમતનગર શામળાજી હાઇવે પર બુધવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ શામળાજી તરફથી હિંમતનગર બાજુ આવી રહેલ સ્કોર્પિયો નં.GJ-27-AP-4486 રોડ સાઈડના પિલર સાથે અથડાયા પછી ધડાકાભેર પલટી મારી ગઈ હતી તેમજ અંદર બેઠેલ કુલ 6 મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

હિંમતનગર શામળાજી હાઇવે પર બુધવારે રાત્રે પોણાદસેક વાગ્યાના સુમારે શામળાજી તરફથી હિંમતનગર તરફ આવી રહેલી સ્કોર્પિયો નં જીજે-27-એપી-4486 રોડ સાઈડના પિલર સાથે અથડાયા બાદ ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી અને અંદર બેઠેલા 6 મુસાફરને ગંભીર ઇજાઓ થઈ હતી, એ પૈકી 3 જણાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગાંભોઈ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણ ઇજાગ્રસ્તને 108માં હિંમતનગર સિવિલમાં ખસેડયા હતા અને ત્રણ મૃતકોના મૃતદેહ ગાંભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી તેમનાં પરિવારજનોને જાણ કરી હતી.

સ્કોર્પિયોના ડેશબોર્ડ પરથી પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી હતી. મૃતકોનાં નામ કમલેશ ભૂસર, ધર્મેન્દ્ર વર્મા અને પપ્પુ મામા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે અને તમામ લોકો અમદાવાદના અમરાઇવાડીના હોવાનું અને તેમનાં પરિવારજનોના આવ્યા પછી ઓળખ થવાનું પોલીસે જણાવ્યું હતું.

કાર અકસ્માતમાં મૃતકો.

જેના પૈકી કુલ 3 લોકોનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. ગાંભોઈ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તથા કુલ 3 ઇજાગ્રસ્ત લોકોને 108માં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આની સાથે જ કુલ 3 મૃતકોના મૃતદેહ ગાંભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી તેમનાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ