ગુજરાતથી આજે 80 ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલનમાં પહોંચ્યા, ગુજરાતી ગીતો ગાયા, ગરબે ઘૂમ્યા

2763
Published on: 7:17 pm, Thu, 17 December 20

ખેડૂત આંદોલન

કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતથી ખેડૂતો દિલ્હી ન પહોંચે તે માટે સરકાર દ્વારા તંત્રને એલર્ટ કરી દીધું છે. તેમ છતાં પણ ગુજરાતી ખેડૂતો વેશપલ્ટો કે છૂપી રીતે કોઈને કોઈ બહાના આપી દિલ્હી ખેડૂત આંદોલનમાં જોડાઈ રહ્યાં છે. ગઈકાલે 200 ખેડૂતો રાજસ્થાનથી દિલ્હી પહોંચ્યા હતા. ત્યારે આજે વધુ 80 ખેડૂતો ખેડૂત આંદોલનમાં પહોંચી ગયા છે. કડકડતી ઠંડીમાં ગુજરાતી ખેડૂતો ટેન્ટમાં બેસી ગુજરાતી ગીતો ગાય મનોરંજન મેળવી રહ્યાં છે. તેમજ છાવણીમાં રાસ- ગરબે રમી રહ્યાં છે. દિલ્હીમાં ગુજરાતથી 10 હજાર ખેડૂતોને લાવવા માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા તખ્તો ઘડવામાં આવી રહ્યો છે.

કડકડતી ઠંડીમાં ટેન્ટમાં બેસી ગુજરાતના ખેડૂતોએ ગુજરાતી ગીતો ગાયા

ગુજરાતથી મહિલાઓ પણ ખેડૂત આંદોલનમાં જોડાઈ
ખેડૂત આંદોલનમાં ગુજરાતથી માલધારી મહિલાઓ પણ જોડાઈ છે. ખેડૂતો કડકડતી ઠંડી વચ્ચે ટેન્ટમાં ગુજરાતી ગીતો ગાય મનોરંજર માણી રહ્યાં છે. ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા સહિત ગુજરાતથી ગયેલા ખેડૂતો ગરબે ઘૂમ્યા હતા. કૃષિ બિલ રદ કરવાની માંગ સાથે ખેડૂતો દિલ્હીમાં સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. તેમજ ગુજરાત કિસાન સંઘર્ષ સિમિતિ દ્વારા હજુ ગુજરાતથી 10 હજાર ખેડૂતો આંદોલનમાં પહોંચે તેવો તખ્તો ઘડવામાં આવી રહ્યો છે.

સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા

ગુજરાતી ખેડૂતોએ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
ગુજરાતથી ખેડૂત આંદોલનમાં પહોંચેલા ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યા હતા. તેમજ હિન્દીમાં પણ ગીતો ગાય ખેડૂતોએ સરકારને ચેતી જવા જણાવ્યું હતું. ખેડૂત આંદોલનમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ત્યારે ગુજરાતથી પણ ખેડૂતો દિલ્હી તરફ કુચ કરી રહ્યાં છે. ગુજરાતથી વધુને વધુ ખેડૂતો દિલ્હી પહોંચે તે માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે અરજીકર્તા તરફથી પ્રદર્શનકારીઓને રોડથી હટાવવાની માંગ કરવામાં આવી. તો ચીફ જસ્ટિસે કહ્યું કે, પ્રદર્શન કરવું ખેડૂતોનો અધિકાર છે, તેવામાં તેમાં કપાત ન કરી શકાય. જોકે, આ અધિકારથી કોઇ બીજા વ્યક્તિને તકલીફ ન આવે, તેના પર વિચાર થઇ શકે છે.

જોકે, ચીફ જસ્ટિસ તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રદર્શનનું પણ લક્ષ્ય હોય છે, જો વાતચીતથી નિકળી શકે છે. એજ કારણ છે કે અમે કમિટી બનાવવાની વાત કરી રહ્યા છે, કમિટીમાં એક્સપર્ટ થઇ શકે છે તો પોતાનો વિચાર રાખે. ત્યાં સુધી ખેડૂતોને પ્રદર્શન કરવાનો હક છે. સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે, પ્રદર્શન ચાલું રહેવું જોઇએ, પરંતુ રસ્તા જામ ન થાય. પોલીસએ પણ કોઇ એક્શન ન લેવા જોઇએ, વાતચીતથી ઉકેલ લાવવો જરૂરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ