રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું : પતંગ ચગાવતા પહેલા આટલી વાતોનું રાખજો ધ્યાન નહીં તો થશે કાર્યવાહી

608
Published on: 3:00 pm, Sat, 19 December 20

રાજકોટ મકરસંક્રાંતિ

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

મકરસંક્રાંતિનું પર્વ લોકો ખુશી-ઉલ્લાસ સાથે ઊજવી શકે અને કોઈ જાનહાનિ થાય નહીં એ માટે પોલીસ કમિશનરે ચાઇનીઝ દોરા, તુક્કલનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે તેમજ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના ફેલાય નહીં એ માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી થશે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિદ્ધ કર્યું છે, જાહેરનામા મુજબ 18 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં.

To Mark the End of Winter, Everyone in this Indian Region Flies a Kite »  TwistedSifter

ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. લોકોની લાગણી દુભાય એવાં લખાણવાળી પતંગ ઉડાવી શકાશે નહીં. હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બાંબુ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહીં. જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. ચાઇનીઝ દોરાને કારણે શરીર પર તીક્ષ્ણ કાપાઓ પડતા હોવાથી એનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ચાઇનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.

રાજકોટમાં લોકો કોરોનાકાળમાં પણ મકરસંક્રાંતિનો પર્વ ઉલ્લાસથી ઉજવી શકે તે હેતુથી શહેર પોલીસ કમિશ્નરે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ચાઇનીઝ દોરા, તુક્કલના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે, આ સાથે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામામાં જણાવ્યું છે કે, તારીખ 18 ડિસેમ્બરથી તા.16જાન્યુઆરી સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં. સામાન્ય જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા પર તથા લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખીને પતંગ ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બાંબુ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહીં.

Traditional Kite Flying in India | Kite festival, Kite flying, Go fly a kite

જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં

આ સાથે જણાવવામાં આવ્યું છે કે, જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. ચાઇનીઝ દોરાને કારણે શરીર પર તીક્ષ્ણ કાપાઓ પડતાં હોવાથી ચાઇનીઝ દોરાના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ચાઇનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ