બોટાદ જિલ્લા ના કલ્પેશભાઈ વાજા એ પોતાની દીકરી નો પ્રથમ જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો , જુઓ..

1039
Published on: 8:26 pm, Sat, 19 December 20

સમઢીયાળા બોટાદ

આજે હું તમને એક ન્યૂઝ જણાવીશ જવા જાણી તમે પણ આ રીતે જન્મદિવસ ની ઉજવણી કરશો, માનવસેવા અને સદભાવના પ્રેરણા રૂપે કલ્પેશભાઈ વાજા એ પોતાની દીકરી ના પ્રથમ જન્મદિવસ ની ઉજવણી કેક કાપવા ને બદલે  આશ્રમ માં રહેતા માનવસેવા સંચાલીત માનવ મંદ મહિલા ઓ ને જમાડી નેઉજવણી કરવામાં આવી અને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

માનવજીવનમાં પરોપકાર અને માનવ સેવાએ મહત્વનો ગુણ છે.બીજાને મદદરૂપ બનવું તથા લોકોનું આંતર ઠારીને કરેલું કામ ખરેખર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત હોય છે.

સમાજ માટે કંઇક નક્કર પોતાના દ્રારા સામાજીક હિતનું કામ થાય,તે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે.આ સેવાના ભાવ ને ચરિતાર્થ કરવા મૂળ તાલાળા તાલુકાના રાતીધાર ગીર ગામના વતની અને હાલ બરવાળા ખાતે પોતાના વ્યવસાય અર્થે સ્થાય એવા વાજા કલ્પેશભાઈ એ તેની લાડલી પુત્રી મહેકના પ્રથમ જન્મદિવસ નિમિતે યુવાનો અને સમાજ ઉપયોગી રચનાત્મક કાર્ય કરી ઉત્તમ અને આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કલ્પેશભાઈ એ પોતાની પુત્રી મહેકના પ્રથમ જન્મદિવસ નિમિતે કંઇક અલગ માનવ સેવારૂપ ઉજવણી કરી.જેના ભાગરૂપે બોટાદ ના સમઢીયાળા નં.૧ ગામે આવેલી “માનવસેવા ટ્રસ્ટ સંચાલિત માનવ મંદ મહિલા મંદિર””માનવ મંદબુદ્ધિ સેવા આશ્રમ” ખાતે માનસિક દીવ્યાંગો વચ્ચે કલ્પેશભાઈ એ પોતાની લાડલી દીકરી મહેકનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો.

આ પ્રસંગે કલ્પેશભાઈ દ્રારા સમગ્ર આશ્રમના માનસિક દિવ્યાંગ ભાઈઓ, બહેનો અને વડીલોને ભોજન કરાવી તેની સાથે ભાવ,પ્રેમ,સ્નેહભરી ચર્ચા તથા તેમને ગામની પ્રવૃત્તિકરી કલ્પેશભાઈ એ તેમના કુટુંબ,મિત્ર વર્તુળ અને સગા સબંધી સાથે રહીને પોતાની પુત્રી મહેકના જન્મદિવસને ખરા અર્થમાં યાદગાર બનાવ્યો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ