સુરત : પુણા વિસ્તારમાં 5 વર્ષીય બાળક પતંગ ચગાવતી વખતે બીજા માળેથી નીચે પટકાતા નીપજયું મોત

2698
Published on: 7:54 pm, Sat, 2 January 21

સુરત ગુજરાત

સુરત ના પુણા ગામ ના ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત પરિવારના પાંચ વર્ષનો દીકરો ઘરે અને પાડોશમાં રમતા-રમતા પરિવારની જાણ બહાર બીજા માળે પતંગ ઉડાવવા પહોંચી ગયો . જ્યાંથી અચાનક પટકાતા તેનું મોત થયું . ગોહિલ પરિવારને જાણ થતા તેઓ દોડતા થઇ ગયા હતા. પુત્ર કેનીલને લઇને પરવટ પાટીયાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા . જયાં તબીબોએ પુત્ર કેનીલને મૃત જાહેર કર્યો . જેથી પરિવાર પર દુઃખની લાગણી છવાઈ ગઈ હતી

થોડા દિવસ બાદ એટલે કે, 14 જાન્યુઆરીનાં રોજ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ચાઈનીઝ દોરીને કારણે ઘણીવાર લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. ઉતરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શાળાઓ બંધ હોવાને લીધે પતંગો અત્યારથી જ ઉડતા દેખાઈ રહ્યાં છે ત્યારે પતંગ ઉડાવતી વખતે આંખ ઉઘાડનાર ઘટના સામે આવી રહી છે.

શહેરના પૂણા વિસ્તારમાં આવેલ ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત પરિવારના પાંચ વર્ષનો દીકરો ઘરે તથા પાડોશમાં રમતા-રમતા પરિવારની જાણ બહાર બીજા માળ પર પતંગ ઉડાવવા માટે પહોંચી ગયો હતો. જ્યાંથી અચાનક નીચે પટકાઈ જતા તેનું મોત નિપજ્યું છે. જેને કારણે પરિવારજનોમાં દુઃખનો માહોલ ફરી વળ્યો છે.

દરરોજની જેમ રમવા માટે ફળિયામાં ગયો હતો :

પુણાના ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત રીગનસિંહ ગોહિલનો 5 વર્ષીય દીકરો કેનીલ દરરોજની જેમ ગુરુવારનાં રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ ઘર નીચે ફળિયામાં રમવા લાગી ગયો હતો. આ દરમિયાન કેનીલ સામેના ઘરમાં ગયો હતો તેમજ ઘરની અંદર ગયા પછી તે બીજા માળે અગાસી પર ચાલ્યો ગયો હતો તેમજ પતંગ ચગાવવા લાગ્યો હતો.

પતંગ ચગાવતા નીચે પટકાઈ જતા મોતને ભેટ્યો :

પતંગ ચગાવતી વખતે કેનીલ બીજા માળ પરથી નીચે પટકાઈ ગયો હતો. ગોહિલ પરિવારને જાણ થતાની સાથે જ તેઓ દોડતા થઇ ગયા હતા. પુત્ર કેનીલને લઇ પરવટ પાટીયાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જયાં તબીબો દ્વારા પુત્ર કેનીલને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ