શું તમને તમારા Aadhaar કાર્ડ પર લાગેલો ફોટો પસંદ નથી, તો આ એકદમ સરળ પ્રોસેસથી આ રીતે કરો અપડેટ..

849
Published on: 1:46 pm, Sun, 31 January 21
આધાર કાર્ડ
 • ભારતના દરેક નાગરિકની ઓળખ માટે આધાર નંબર એક મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે
 • ભારતના નાગરિકને 12 અંકનો ખાસ ઓળખ નંબર આપવામાં આવે છે
 • આધારમાં રહેલો ફોટો પસંદ ન હોય તો કરો આ કામ

આધાર કાર્ડ ખૂબ જલદી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ છે. તેમાં તમારી બધી જાણકારી હોય છે. તેનો ઉપયોગ ઓળખપત્ર અને ફોટો ઓળખપત્ર તરીકે કરવામાં આવે છે. કોઇપણ સરકારી યોજના અને સબસિડીનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. હવે તો પાન કાર્ડને પણ આધાર સાથે લીંક કરવું જરૂરી થઇ ગયું છે. આધાર કાર્ડ પર તમારો ફોટો, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, ઘરનું એડ્રેસ, જન્મ તારીખ સહિત ઘણી જાણકારીઓ હોય છે.

Aadhaar covers 99% of adults in India: Prasad - The Hindu

UIDAI અગાઉ આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઇલ નંબર તેમજ ફોટોગ્રાફ અપડેટ કરવા માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાવતું હતું, પરંતુ હવે ઓનલાઇન પ્રક્રિયા ફક્ત સરનામું બદલવા માટે જ ઉપલબ્ધ છે. નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, ઈ-મેલ એડ્રેસ અને ફોટોગ્રાફ જેવા અન્ય ફેરફારો માટે તમારે ઓફલાઇન પ્રક્રિયા ફોલો કરવી પડશે. જેમાં ફોટો ચેન્જ કરાવવા માટે બે વિકલ્પો છે. પહેલું એ કે નજીકના નોંધણી કેન્દ્ર પર જઈ શકો છો અને બીજો પોસ્ટ દ્વારા ફોટોગ્રાફમાં ફેરફાર માટે અરજી કરી શકો છો.

આધાર કાર્ડમાં નંબર અને ઘરનું સરનામું ઘરેબેઠા અપડેટ કરી શકો છો. પરંતુ જો તમે આધારમાં તમારો ફોટો અપડેટ કરાવવામાં માંગે છો તો તે પણ શક્ય છે. જોકે આ કામ ઘરેબેઠા સંભવ નથી. તેના માટે તમારે એનરોલમેંટ સેન્ટર જવું પડશે. નીચે આપેલા સ્ટેપ ફોલો કરી આધારમાં તમારો ફોટો બદલી શકો છો.

1. UIDAI ની સત્તાવાર વેબસાઇટ દ્વારા એનરોલમેંટ ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ધ્યાનપૂર્વક ભરો.
2. આધાર સેન્ટરમાં એક્ઝિક્યૂટિવને ફોર્મ આપો અને તમારું બાયોમેટ્રિક વિવરણ ઉપલધ કરાવો.
3. સેંટરમાં એક્ઝિક્યૂટિવ તમારો નવો ફોટો લેશે.
4. આ ઉપરાંત તમારે ચાર્જ તરીકે 25+ GST આપવા પડશે.
5. ત્યારબાદ તમને એક પાવતી મળશે, જેમાં URN નંબર હશે. URN નંબરની મદદથી તમે અપડેટની સ્થિતિ ચેક કરી શકો છો

How to check Aadhaar status online by sms or UIDAI toll free number 1947 - क्या आप जानते हैं आधार स्टेटस पता करने के ये 3 आसान तरीके

પોસ્ટ દ્વારા આ રીતે ચેન્જ કરો ફોટો

 • જો તમે આધાર સેવા કેન્દ્રમાં જવા નથી માંગતાતો તમે યુઆઈડીએઆઈની પ્રાદેશિક કચેરીને પત્ર લખીને તમારા આધાર કાર્ડને સુધારી અથવા અપડેટ કરી શકો છો.
 • આ માટે યુઆઈડીએઆઈ પોર્ટલ પર જાઓ અને ત્યાંથી ‘આધારકાર્ડ અપડેટ કરેક્શન’ ફોર્મ ડાઉનલોડ કરો.
 • હવે તમે આ ફોર્મમાં પૂછાયેલી બધી માહિતી ભરો.
 • આ પછી આધાર કાર્ડ, યુઆઈડીએઆઈની પ્રાદેશિક કચેરીનું નામ અપડેટ કરવા માટે એક પત્ર લખો.
 • આ પત્રની સાથે તમારો Self attested photo (સાઈન કરીને) અટેચ કરી દો.
 • આ પછી ફોર્મ અને પત્ર બંનેને યુઆઇડીએઆઇ ઓફિસને પોસ્ટ કરો.
 • બે અઠવાડિયામાં તમને નવા ફોટોગ્રાફ સાથે એક નવું આધારકાર્ડ મળી જશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ