સુરત : AAPનો રાત્રી કર્ફ્યૂનો વિરોધ, તમારું શું કહેવું છે કર્ફ્યૂ હટવો જોઇએ કે નહીં?

847
Published on: 7:09 pm, Fri, 18 December 20

સુરત ગુજરાત

આમ આદમી પાર્ટી દ્વારા રાત્રિ કરફ્યુનો વિરોધ.ગુજરાતની જનતાના ધંધા-રોજગારની ચિંતા કર્યા વગર ખોટી અને મનસ્વી રીતે ઠોકી બેસાડવામાં આવેલ રાત્રિ કરફ્યુનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો.રાત્રિ કરફ્યુના કારણે હજારો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટી તાનાશાહી સરકાર સામે લોકતાંત્રિક વિરોધ કર્યો.

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં દિવાળી પછી વધારો થતો હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. રાત્રી કર્ફ્યૂના કારણે લોકો રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર નીકળી શકતા નથી. ત્યારે સુરત રાત્રી કર્ફ્યૂનો વિરોધ સામે આવ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રાત્રી કર્ફ્યૂનો વિરોધ કરવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સુરતમાં ગૃહમંત્રી અને DGના આગમન પહેલા જ સુરતના વરાછા મેઈન રોડના ઓવરબ્રીજ અને ઉધના વિસ્તારમાં આવેલા ઓવરબ્રીજ પર મોટા-મોટા બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, રાત્રી કર્ફ્યૂ હટાવો, ધંધા-રોજગાર બચાવો, આમ આદમી પાર્ટી સુરત.

જે સમયે આમ આદમી પાર્ટીના કાર્યકતાઓ આ બેનર લગાવી રહ્યા હતા તે સમયે પોલીસ દ્વારા તેમની અટકાયત લેવામાં આવી રહી છે. સુરત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલા જ ઉપપ્રમુખ સલીમ મુલતા સહિત 8 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. સાથે જ 3 મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને પકડીને સલાબતપુરા પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા.

મહત્ત્વની વાત છે કે, રાત્રી કર્ફ્યૂના કારણે લોકોને તેમના ધંધા-રોજગાર વહેલા બંધ કરવા પડે છે. રાત્રી કર્ફ્યૂનો અમલ 9 વાગ્યે શરૂ થતો હોવાના કારણે વેપારીઓને પોતાના ધંધા-રોજગાર રાત્રે 7થી 7:30 વાગ્યા સુધીમાં બંધ કરી દેવા પડે છે. કારણે કે, તેમની દુકાનમાં જે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સમયસર કર્ફ્યૂના સમય પહેલા પોતાના ઘરે પહોંચી જાય. દુકાનો અને ઓફિસો વહેલી બંધ કરવી પડતી હોવાના તેમને નુકસાનીનો પણ સામનો કરેવી છે. તેથી કેટલાક વેપારીઓ કર્ફ્યૂ હટાવવાની માંગણી કરી રહ્યા છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો રાત્રીના સમયે રસ્તા પર ફૂડ સ્ટોલ લગાવીને જે લોકો રોજગારી મેળવતા હતા તેમની રોજગારી બંધ થઇ ગઈ છે. કારણ કે, રાત્રે 10 વાગ્યા પછી ગ્રાહકો આવાની શરૂઆત થતી હોય છે પરંતુ 9 વાગ્યા બાદ કર્ફ્યૂ લાગુ થતા ફાસ્ટફૂડ અને અન્ય સ્ટોલ ધરાવતા લોકોને પણ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી આ બાબતે સુરતમાં સુરતના લોકોની સમસ્યાને લઇને વિરોધ દર્શાવતા બનારો લગાવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ