- બારડોલીના ભામૈયા નજીક બે કાર વચ્ચે અકસ્માત
- ગોઝારા અકસ્માત બાદ લગ્નની ખુશી માતમમાં છવાઈ
- પુત્રની જાન લઇને પરત ફરી રહેલા પરિવારનો અકસ્માત
- પિતા સહિત બેના અકસ્માતમાં મોત, 3 ને ઇજા
બારડોલી તાલુકાના ભામૈયા નજીક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. બારડોલી કડોદ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સુરતથી પુત્રની જાન લઈને પરત ફરી રહેલા પિતા સહિત બેના અકસ્માતમાં મોત નીપજ્યા છે આ સાથે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ અન્ય કાર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.તો બીજી તરફ મૃતકોને પીએમ અર્થે ખસેડી, ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
મહત્વનું છે કે પરિવાર જ્યારે જાન લઈ પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાતા પિતા સહિત બેના મોત થયા છે જેને લઈને પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે, આખા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે પરિવારના 3 સભ્યોને ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે, જો કે અકસ્માત સર્જીને અન્ય કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સુરત બારડોલી પાસે પુત્રની જાન લઈ પરત ફરી રહેલા પરિવારનો અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. ભામૈયા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી બે કાર ધડાકાભેર એકબીજા સાથે અથડાઈ હતી. કાર અથડાતાની સાથે કારમાં સવાર પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સાથે પિતા સહિત કુલ બે લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે.
આ પરિવાર જાન લઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાતા પિતા સહિત બેના મોત થયા છે. જેને લઈને લગ્નની ખુશી માતમમાં છવાઈ ગયો છે. આખા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે પરિવારના 3 સભ્યોને ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે, જોકે અકસ્માત સર્જીને અન્ય કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો : +9198247 23317