ગોધરામાં ગમખ્વાર અકસ્માત : કાર ચાલકે બાઈક સવાર યુવકોને લીધા અડફેટે, 3 નાં કમકમાટીભર્યા મોત..

686
  • ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે પર અકસ્માત
  • બાઇક પર સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત
  • પોલીસની સમયસર મદદ ન મળવાના આક્ષેપો
  • કારચાલક નશામાં હોવાના મૃતકના પરિવારના આક્ષેપ
  • કાર ચાલકે બાઈક સવાર યુવકોને લીધા અડફેટે, 3 નાં કમકમાટીભર્યા મોત

રાજ્યમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એજ ઘટના ગોધરા હાઈવેથી સામે આવી છે. અહીં ફરવા નીકળેલા 3 યુવકોના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા છે. રાત્રિના સમયે ત્રણેય શખ્સો બાઈક લઈ આંટો મારવા નીકળ્યા હતા, જ્યારે આ હાઈવેએ તેમનો ભોગ લીધો હતો.આ મામલે મળતી માહિતી અનુસાર, ગોધરાના એક જ ફળિયામાં રહેતા ત્રણ શખ્સો રાત્રિના સમયે બાઈક પર આંટો મારવા નીકળ્યા હતા. ત્રણેય એક જ બાઈક પર સવાર હતા. ત્યારે દાહોદ ગોધરા હાઈવે પર પુર ઝડપે આવી રહેલ કારે તેમની બાઈકને ટક્કર મારી હતી.

ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે ઉપર  પૂરપાટ જતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. આ જબરદસ્ત અકસ્માતમાં ત્રણે યુવકોના મોત થયા તો કાર ચાલકને પણ થોડી ઈજાઓ પહોંચી છે. સ્થાનિકો પ્રમાણે કાર ખુબ સ્પીડમાં હતી જેને ભોગ ત્રણ યુવાનેને બનવું પડ્યું. એક જ ફળિયાના ત્રણ યુવકોના મોત નિપજતાં રહીશોમાં શોકની લાગણી પ્રવર્તી હતી. રહીશો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે, એમ્બ્યુલન્સને આવવામાં વાર થઇ જેના કારણે ત્રણેય યુવાનો બચી શક્યા નહીં. મૃતકોના સ્વજનો અને ફળિયાના રહીશોમાં આ ગોઝારા અકસ્માતને કારણે ભારે રોષ છવાયો હતો. તેઓ સાથે રજૂઆત માટે કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા. મોડી રાત્રે ડીવાયએસપી સમજાવતા મામલો થાળે પડ્યો હતો.

ગોધરા દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના 
ગોધરાના દાહોદ બાયપાસ હાઈવે પર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. નશાની હાલતમાં કાર સવાર હિટ એન્ડ રન કરી ફરાર થઈ ગયો મનાઈ રહ્યું છે. બાઈક પર ત્રણ યુવકો રાત્રિ દરમિયાન ફરવા નીકળ્યા હતા તે દરમિાયન પૂર ઝડપે આવી ચઢેલી કારે બાઈક સવાર ઈસમોને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અકસ્માત બાદ કાર સવાર ઘટના સ્થળેથી કાર સાથે ફરાર થઈ ગયો હતો.

 આ અંગે મૃતકોના સ્વજનો અને ફળિયાના રહીશો રોષ સાથે રજુઆત માટે કલકેટર કચેરી કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા. મોડી રાત્રે ડીવાયએસપીના સમજાવ્યાં બાદ આ આખો મામલો થાળે પાડ્યો છે.

યોગ્ય સમયે એમ્બ્યુલન્સ અને પોલીસ સહિતની મદદ સમયસર નહિ મળવા સહિતના આક્ષેપો લોકોએ કર્યા હતા. આ આક્ષેપોને લઈ મોડી રાત્રે મૃતકોના સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોક ટોળા કલેક્ટર કચેરીએ જમા થયા હતા. આક્ષેપો સાથે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં લાશનો સ્વીકાર નહિ કરી ધરણા પર બેઠા હતા. ત્યારે મોડી રાત્રે ડીવાયએસપીએ જઈ સમજવટ કરી મામલો પાડ્યો થાળે પાડ્યો હતો.

 જે કારે બાઈકને ટક્કર મારી તે કારમાં બે કાચના ગ્લાસ જોવા મળ્યા હતા. જે જોઇને મૃતકોના સ્વજનોએ કાર ચાલક નશામાં હોવાના આક્ષેપો કર્યા છે. કારમાં સવાર વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી છે.

આ અકસ્માતનાં મૃતકોના નામ આ પ્રમાણે છે.
(૧) સમીર મોહંમદ શેખ ઉર્ફે રાજુ – રહે.નવાબહારપુરા ગોધરા.
(૨) ફિરોજખાન ઈનાયતખાન પઠાણ – રહે.નવાબહારપુરા ગોધરા.
(૩) ઝહીર મજીદભાઈ શેખ – રહે.નવા બહારપુરા ગોધરા

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317