આણંદ: ટ્રકે બાઈકને ટક્કર મારતાં નોકરી જવા નીકળેલા 3 નવ યુવાનો ના મોત

660
Published on: 5:50 pm, Wed, 30 December 20
આણંદ ગુજરાત

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે એમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના રાજ્યમાં આવેલ આણંદ જીલ્લામાંથી સામે આવી રહી છે.

આણંદ જીલ્લાનાં ઓડ ગામ નજીક વહેલી સવારમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં નોકરી જવા માટે નીકળેલા કુલ 3 આશાસ્પદ યુવકોના મોત થયા છે. ત્રણેય યુવકો કાળમુખી ટ્રક નીચે આવી જતાં મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળ પર જ કુલ 3 યુવકોના કમકમાટીભર્યું મોત થયાં હતાં.

આજે રાજ્યમાં અકસમાતને કારણે પાંચ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આણંદના ખંભોળજ પાસે આવેલા કણભઈપુરા ગામે સવારે કમકમાટીભર્યો અકસ્માત બન્યો છે.  આઈશર ટેમ્પોએ બાઇકચાલકને ટક્કર મારી ઢસડી પાસેના ખેતર લઈ ગયો હતો. જેમાં બાઈક સવાર ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. આઈશર ટેમ્પોચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ખંભોળજ પોલીસે અકસ્માતના ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. જ્યારે સાબરકાંઠાનાં હિંમતનગર-શામળાજી હાઇવે પર કરણપુર પાસે અજાણ્યુ વાહન બાઇકને ટક્કર મારી ફરાર થયું હતું. જેમાં બાઇક સવાર પતિ-પત્નિના સ્થળ પર જ મોત થયા છે. ગાંભોઈ પોલિસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી છે.

Accident The Pilot Demo - YouTube

ત્રણેવ યુવાનો નોકરી પર જતા હતા
આણંદના ખંભોળજ પાસેથી પસાર થતા એક આઈશર ટેમ્પોએ સવારે 6.30 કલાકે સાવલી નોકરી પર જતા બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર મારતાં ત્રણેયનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. જ્યારે આઇશર ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. આ કરૂણ ઘટનાને પગલે આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
મળતી માહિતી પ્રમાણે, આ યુવાનો સાવલી સમલાયા ખાનગી કંપનીમાં નોકરી કરવા સવારે કણભઈપુરા ગામથી જઇ રહ્યાં હતા.

જે ટ્રક સાથ બાઈકનો ભયંકર અકસ્માત સર્જાયો હતો તે મધ્યપ્રદેશ પાસિંગનો ટ્રક હતો. અકસ્માત સર્જાતાં ટ્રક ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આં ઇસાથે જ બીજી બાજુ મણિભાઈના 3 મૃતદેહને જોઈ અરેરાટીભર્યો માહોલ સર્જાયો હતો. બાઈકનું પણ ટ્રકની ટક્કરથી કચ્ચરધાણ નીકળી ગયો હતો.

demo-accident - Today Jaffna News - Jaffna Breaking News 24x7

આ દરમિયાન આઈશરના આગળના ભાગથી મારેલી ટક્કરમાં ઢસડાઈ બાઈકસવાર યુવકો ટેમ્પોના પાછળના ભાગે નીકળ્યા હતા. આઈશર ટેમ્પો માર્ગ ઉપરના કેળાના ખેતરમાં ઢસડાઈ ઊભો રહી ગયો હતો. જે બાદ ઘટનાસ્થળે જ ત્રણેવ લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેવના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

મૃતકોના નામ
(1) મનુભાઈ રણછોડભાઈ ઠાકોર રહે, પાડવણિયા
(2) ભરતભાઈ પૂજાભાઈ ઠકોર, કણભઈપુરા
​​​​​​​​​​​​​​(3) રાજેશભાઈ રમણભાઈ ઠાકોર,ખાનકુઆ

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ