અમદાવાદમાં BRTS બસે વધુ એકનો ભોગ લીધો, પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર, એક્ટિવાચાલકનું મોત.

796
Published on: 1:43 pm, Wed, 14 July 21
  • અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તા પાસે અકસ્માત
  • શાસ્ત્રીનગરમાં BRTS એ એક્ટીવા ચાલકને ટક્કર મારી 
  • એક્ટીવા ચાલક જેલાભાઇ રબારીનું ઘટના સ્થળે મોત
  • પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર
  • પેપર વેચતા ફેરિયાને રોન્ગ સાઈડ આવતી BRTS બસે કચડ્યા

શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. ઇલેક્ટ્રિક બીઆરટીએસ ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરી રોડ પર બેસી ગયા હતા. તેમણે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતકની લાશ સ્વીકારવાની ના પાડી દીધી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ BRTS બસ ચાલકની અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના બની હતી. BRTS બસે એક્ટિવાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતા. અને ન્યાયની માંગણી સાથે ઘટનાસ્થળે ધરણાં પર બેસી ગયા હતા. જો કે પોલીસની સમજાવટ બાદ પરિવારજનો સ્થળ પરથી હટ્યા હતા. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે સાડા છ વાગ્યાની આસપાસ જેલાભાઈ રબારી (ઉંમર 45 વર્ષ) રોજના સમય મુજબ પેપર વહેંચવા પોતાની એક્ટિવા પર નીકળ્યા હતા. તેઓ પોતાના રસ્તે જઈ રહ્યા હતા, ત્યારે BRTS બસ ડેપોમાંથી બહાર નીકળીને આવતી હતી. આ બસ ઓવર સ્પીડમાં રોન્ગ સાઈડ પરથી આવી રહી હતી, ત્યારે બસે એક્ટિવા પર જઈ રહેલા જેલાભાઈને અડફેટે લીધા હતા. આ ટક્કરમાં જેલાભાઈ 10 ફૂટ સુધી ઉછળ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું
આ અકસ્માતને લઈને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં BRTS બસોએ 800 થી વધુ અકાસ્માત સર્જી 30 થી વધુ લોકોનો જીવ લીધા. BRTS શહેરોમાં ટ્રાફિક સમસ્યાનુ પણ મુળ છે પરંતુ સરકાર તંગડી ઉંચી રાખવા જીવલેણ પ્રોજેક્ટને ચલાવી રહી છે.

સમગ્ર બાબતને લઈને B ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી BRTS બસ ચાલક સામે ગુનો નોંધ્યો છે. તપાસમાં સામે આવ્યું કે, મૃતક જલુભાઈ દેસાઈ શહેરના ચાણકયપુરી વિસ્તારમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. જલુભાઈ છાપા વિતરણનું કામ કરતા હતા.આજે વહેલી સવારે જલુભાઇ રાબેતા મુજબ છાપા નાખવા ગયા હતા. 6.30ની આસપાસ એક્ટિવા લઈને અંકુર ચાર રસ્તાથી ચાણકયપુરી ઘરે પરત ફરતાં હતા ત્યારે BRTS ઇલેક્ટ્રિક બસ ચાલકે ટક્કર મારી હતી.

અગાઉ BRTSની બસનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો
6 મહિના પહેલાં પણ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ઈસરો પાસે BRTSની બસનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં સદભાગ્યે ચાર જ પેસેન્જર સવાર હતા, જેમાં બે પેસેન્જરને સામાન્ય ઈજાઓ થઈ છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317