આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિની અચાનક બદલી : બદલી પાછળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેની આંતરિક લડાઈ..

1003
Published on: 4:24 pm, Tue, 1 June 21
  • આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલી
  • કેન્દ્રની પ્રતિનિયુક્ત પર આદેશ
  • કોરોના મહામારીમાં તાત્કાલિક અસરથી લેવાયેલા નિર્ણયોના વિવાદમાં જયંતી રવિની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જતી હતી
  • તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા
  • જયંતિ રવિની બદલી બાદ હવે ગુજરાતના નવા આરોગ્ય અગ્ર સચિવ કોણ હશે તેના પર પ્રશ્નાર્થ છે

જયંતિ રવિએ કેન્દ્ર સરકારને અરજી કરી હતી

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીમાં ગુજરાતમાં સૌથી વધારે ચર્ચામાં રહેનાર અધિકારીઓમાં જયંતી રવિનું નામ સૌથી ઉપર આવે છે. ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ હોવાના નાતે સ્વાસ્થ્યની જવાબદારીઑ તેમના શિરે હતી. જોકે મહામારીમાં રૂપાણી સરકાર તેમનાથી નારાજ થઈ હોવાનું પણ વચ્ચે સામે આવ્યું હતું ત્યારે મૂળ તમિળનાડુના IAS અધિકારીએ પ્રતિનયુક્તિ માંગી હતી.

ઉપરવટ જઈને નિર્ણયો લેતા હોવાની ફરિયાદોને આધારે જયંતી રવિ નારાજ હતાં.

ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન આરોગ્ય અગ્ર સચિવ તરીકેની ફરજ બજાવવાની સાથે અનેક વિવાદોમાં ફસાયેલા જયંતી રવિની એકાએક બદલી થવા પાછળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેની આંતરિક લડાઈ કારણભૂત હોવાનું ઉચ્ચ અધિકારીઓ માની રહ્યા છે. આરોગ્યમંત્રી અને આરોગ્ય અગ્ર સચિવ સાથે થયેલા કેટલાક નિર્ણયોથી મુખ્યમંત્રી અજાણ રહ્યા હતા તો સીએમ સાથે થયેલા કેટલાક નિર્ણયોની જાણ આરોગ્યમંત્રી નીતિન પટેલને ન થતાં તેઓ નારાજ થયા હતા.

ગુજરાત સરકારના આરોગ્ય અગ્રસચિવ ડૉક્ટર જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. વર્ષ 1991 બેચના ગુજરાત કેડરનાં IAS જયંતિ રવીને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવવવામાં આવ્યાં છે. ઘણાં સમયથી જયંતિ રવિની બદલીની અટકળો ચાલી રહી હતી. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક બદલી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના મહામારીના સેકન્ડ વેવમાં અવ્યવસ્થાનો ટોપલો જયંતિ રવિ પર ઢોળાતા તેમની બદલી થઇ હોવાનું સ્વર્ણિમ સંકુલના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

Has visited civil hospital 5 times, says Nitin Patel | India News,The  Indian Express

પ્રથમ લહેરમાં આરોગ્યતંત્ર નિષ્ફળ ગયું હોવાનું બુમરાણ મચ્યું હતું

ગુજરાતમાં કોરોના શરૂ થતાંની સાથે જ આરોગ્ય અગ્ર સચિવ તરીકે જયંતી રવિના માથે મોટી જવાબદારી આવી પડી હતી. રાજ્યમાં કોરોનાના કેસોની સાથે હોસ્પિટલ, બેડ, સારવાર, ટ્રેસિંગની પણ સંપૂર્ણ જવાબદારી હતી. ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ ગુજરાતનું આરોગ્યતંત્ર નિષ્ફળ ગયું હોવાનું બુમરાણ મચી ગયું હતું, જ્યારે બીજી લહેર દરમિયાન ઓક્સિજન અને ઈન્જેક્શનની અછતની સાથે હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી પડતાં રાજ્યમાં મેડિકલ ઈમર્જન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતિ રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ કામ કર્યું છે. તેઓ સાબરકાંઠામાં તાલુકા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે. પંચમહાલનાં કલેક્ટર પણ હતાં. તેઓ લેબર કમિશનર તેમજ હાયર ઍજ્યુકેશન કમિશનર પણ રહી ચૂક્યાં છે. 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો.

મુખ્યમંત્રીની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ માહિતી મારી પાસે નથી: નીતિન પટેલ નારાજ

Jayanti Ravi News in Gujarati, Latest Jayanti Ravi news, photos, videos |  Zee News Gujarati

તાજેતરમાં જ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે તૈયાર થઈ રહેલા બ્રિજની મુલાકાતે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલને પત્રકારોએ અમદાવાદમાં 1000 રૂપિયામાં વેક્સિનનું વેચાણ શરૂ થયું હોવાનો પ્રશ્ન પૂછતાં થોડા અકળાઈ ગયેલા ચહેર જવાબ આપ્યો હતો કે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે, રાજ્ય સરકાર કે મુખ્યમંત્રીની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ માહિતી મારી પાસે નથી. આવો ઉત્તર આપીને નીતિન પટેલ રવાના થઈ ગયા હતા.

જયંતી રવિ દ્વારા કરવામાં આવેલ માંગ બાદ કેન્દ્ર દ્વારા પ્રતિનયુક્તિ પર આદેશ આપી દેવામાં આવ્યા છે. 1991ની બેચના IAS જયંતી રવિની હવે ગુજરાતમાંથી તમિલનાડુમાં બદલી કરવામાં આવી છે. જયંતી રવિને હવે એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317