રાત્રી કર્ફ્યૂ
- ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો
- CM રૂપાણીની અધ્યક્ષતામાં મળી હતી બેઠક
- કોર કમિટીની બેઠકમાં CM રૂપાણીએ લીધો નિર્ણય
કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજ્યના ચાર મહાનગરમાં કેસોમાં વધારાના કારણે રાત્રી કર્ફ્યૂ 15 દિવસ માટે લંબાવ્યો છે.
ગુજરાતમાં કોરોના કેસ ચૂંટણી પછી જે પ્રકારે વધી રહ્યા છે તે જોતા સરકાર દ્વારા 28 તારીખે પુર્ણ થઇ રહેલા રાત્રી કર્ફ્યૂંને વધારે 15 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા 15 માર્ચ સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત્ત રાખવા માટેનો આદેશ આપ્યો છે. હવે રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રીનાં 12 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત્ત રહેશે
રાજયમા કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમા લેવા માટે રાજય સરકાર દ્વાર આ નિર્ણય કરાયો છે. ત્યારે કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજ્યના ચાર મહાનગરમાં કેસોમાં વધારાના કારણે રાત્રી કર્ફ્યૂ 15 દિવસ માટે લંબાવ્યો છે. જે અંગે રાજય સરકારે નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. રાજયના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા રાજયમાં સર્વેલન્સ અને ધનવંતરી રથની કામગીરી સધન બનાવવમાં આવશે. વધતા જતાં સંક્રમણ માટે મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે. બોર્ડર એરીયા પર સ્ક્રિનિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ કોવિડ વેક્સીનેશન કામગીરીની સમીક્ષા કરી વેક્સીનેશન ઝડપથી પૂર્ણ થાય તે અંગે સૂચનાઓ આપવામા આવી છે.
- આગામી 15 દિવસ સુધી રાત્રી કર્ફ્યૂ લંબાવાનો નિર્ણય
- રાજ્યની કોરોનાની સ્થિતિની બેઠકમાં થઈ હતી સમીક્ષા
- 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ આગામી 15 દિવસ યથાવત
- રાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે રાત્રી કર્ફ્યૂ
- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ યથાવત
- રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખીને નિર્ણય
ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂ અંગે રૂપાણી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 28 ફેબ્રુઆરી સુધી નાઇટ કર્ફ્યૂ લંબાવ્યો છે. રાત્રે 12 વાગ્યાથી માંડીને સવારે 6 વાગ્યા સુધી રાજ્યના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ રહેશે. કોરોના મહામારીના પગલે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ બેકાબુ થયેલા કોરોનાને કાબુમાં લેવા માટે રાત્રી કર્ફ્યૂનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. જે લંબાતા લંબાતા 28 ફેબ્રુઆરી સુધી રખાયો હતો.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317