અમદાવાદઃ ક્રિકેટ બોલ લેવા ગયેલા 12 વર્ષના બાળકનો મંદિરનો ગેટ ટપવા જતા પગ લપસ્યો અને મોતને ભેટ્યો..

3576
  • મિત્રો સાથે ક્રિકેટ રમતા સમયે મંદિરમાં ગયેલો બોલ લેવા ગયો હતો બાળક
  • મંદિરનો દરવાજો કૂદતા સમયે પગ લપસી જતા ભાલો છાતીમાં ઘુસી ગયો
  • ક્રિકેટ રમતા બાળકને છાતીમાં ભાલો ઘૂસી જતાં મોતને ભેટ્યો

માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. બાળક (child) જો રમવા જાય છે તો તેનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. આવું એટલે કહેવું પડે છે કારણ કે થલતેજ ગામમાં એક દુઃખદ ઘટના બની છે. એક બાળક તેના મીત્રો સાથે ક્રિકેટ રમતો હતો ત્યારે દડો મંદિરમાં જતા તે લેવા ગયો હતો. બોલ લેવા તે દરવાજો કૂદીને અંદર ગયો પણ પગ લપસતા દરવાજાનો ભાલો છાતીમાં ઘૂસી ગયો અને નાના ભૂલકાનું મૃત્યુ થયું હતું.

 શહેરના થલતેજ ગામના મોટા ઠાકોર વાસના ખોડિયાર વાસમાં રહેતા નાગજીભાઈ ઠાકોર રીક્ષા ચલાવી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અહીં માંડવરાય મહાદેવનું મંદિર આવેલું છે. આ જ મંદિરની સામે રહેતો નાગજીભાઈ નો 12 વર્ષનો પુત્ર હર્ષ ઠાકોર શનિવારે રમતો હતો.

શહેરના થલતેજ ગામમાં દરેક માતા-પિતામાટે ચેતવણી રૂપ ઘટના બની છે. જેમાં મિત્રો સાથે ક્રિકેટ રમી રહેલો એક 12 વર્ષનો બાળક બોલ મંદિરની અંદર જતો રહેતા તેને લેવા ગયો હતો. બાળક મંદિરનો ગેટ ટપીને અંદર ગયો હતો, પરંતુ પાછા આવતા સમયે તેનો પગ લપસી જતા દરવાજાનો ભાલો તેની છાતીમાં ઘુસી ગયો હતો. પરિવારજનો તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના મામલે સોલા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ હર્ષના મૃત્યુ ને લઈને સમગ્ર પરિવાર શોકમાં ઘરકાવ થઈ ગયો છે. જોકે પરિવાર હાલ કઈ બોલી શકવાની હાલતમાં નથી કારણકે તેમણે તેમનો નાનો બાળક ગુમાવ્યો છે. પણ પરિવારજનો ચોક્કસ કહી રહ્યા છે કે તેઓએ તેમનું બાળક ગુમાવ્યું પણ તમામ વાલીઓએ તેમના બાળક રમવા જાય તો તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

 સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં તે સપડાયો હતો. પરિવારને જાણ થતા પરિવારજનો દોડી આવ્યા. ભાલો કાઢી હર્ષને ત્યાંથી કાઢવામાં આવ્યો અને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હોવાનું સોલા પીઆઇ જે પી જાડેજા એ જણાવ્યું છે.

મંદિરમાં બોલ લેવા ગયેલા માસુમનું મોત

ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના થલતેજ ગામમાં રહેતા નાગજીભાઈ ઠાકોર રીક્ષા ચલાવી તથા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામમાં જ માંડવરાય મહાદેવનું મંદિર આવેલું છે. આ જ મંદિરની સામે રહેતા નાગજીભાઈનો 12 વર્ષનો પુત્ર હર્ષ શનિવારે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. આ દરમિયાન બોલ મંદિરની અંદર જતો રહેતા હર્ષ તેને લેવા ગયો હતો.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317