ગુજરાત : ભાવવધારો : અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો, 1 માર્ચથી નવી કિંમતો લાગુ થશે..

192
Published on: 8:29 pm, Mon, 28 February 22

https://chat.whatsapp.com/BhPItQKhTmZ6gwepEOdpzN

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના દ્વારા અમૂલ ફ્રેશ દૂધનું સમગ્ર ભારતની માર્કેટોમાં જ્યાં પણ વેચાણ કરે છે ત્યાં દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂા.૨ નો વધારો તારીખ ૧ માર્ચ, ૨૦૨૨ થી અમલમાં મૂકવાનું નકકી કરેલ છે. ગુજરાતની અમદાવાદ અને સૌરાષ્ટ્રની માર્કેટોમાં અમૂલ ગોલ્ડની કિંમત ૫૦૦ મિલી. દીઠ રૂા.૩૦ રહેશે, અમૂલ તાજાની કિંમત ૫૦૦ મિલી. દીઠ રૂા.૨૪ અને અમૂલ શક્તિની કિંમત ૫૦૦ મિલી. દીઠ રૂ.૨૭ રહેશે. પ્રતિ લીટર રૂ.૨ નો થયેલ વધારો તે મહત્તમ છુટક વેચાણ (એમઆરપી) માં ૪% જેટલો વધારો સચૂવે છે જે સરેરાશ ખાદ્યાન્ન ફૂગાવા કરતા ઘણો ઓછો છે.

Banas Dairy

નોંધનીય છે કે છેલ્લા ૨ વર્ષમાં અમૂલ દ્વારા તેના ફ્રેશ દૂધની શ્રેણીની કિંમતોમાં વાર્ષિક ૪% નો જ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો ઉર્જા, પૅકેજીંગ, લૉજિસ્ટિક્સ, પશુ આહર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણ એકંદર સંચાલન ખર્ચમાં વધારો થવાને લીધે કરવામાં આવી રહ્યો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા, જીસીએમએમએફ સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ. ૩૫ થી રૂ. ૪૦ નો વધારો કરવામાં આવ્યો છે, જે પાછલા વર્ષ કરતા ૫% વધારે છે.

જાણકારી પ્રમાણે અમૂલ દૂધની નવી કિંમતો ગુજરાત, દેશની રાજધાની નવી દિલ્હી, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં લાગુ થશે. કંપનીએ પોતાની બધી બ્રાન્ડ્માં 2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો કર્યો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે.

આ નવા ભાવ વધારા અંતર્ગત આવતી કાલથી અમૂલ તાજા 500 ml 24 રૂપિયાના હિસાબે મળશે. આ ભાવ વધારા બાદ અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 ml પાઉચનો નવો ભાવ 30 રૂપિયા થયો છે અને અમૂલ તાજા 500 ml પાઉચનો ભાવ 24 રૂપિયા થયો છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિ 500 ml પાઉચનો ભાવ 27 રૂપિયા થયો છે.

અમૂલ તેની નીતિના ભાગ રૂપે ગ્રાહકો દ્વારા દૂધ અને દૂધની બનાવટો માટે ચૂકવેલા દરેક રૂપિયાના લગભગ ૮૦ પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવે છે. કિંમતમાં સુધારો અમારાં દૂધ ઉત્પાદકોને દૂધની લાભદાયી કિંમતો જાળવી રાખવામાં સહાયક બનશે અને તેમને દૂધનું વધુ ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરશે.

કંપનીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષમાં અમૂલે તેની તાજા દૂધની શ્રેણીના ભાવમાં વાર્ષિક માત્ર 4 ટકાનો વધારો કર્યો છે. GCMMF અનુસાર તેને ગ્રાહકો પાસેથી મળેલા દરેક રૂપિયા 1માંથી તે લગભગ 80 પૈસા દૂધ ઉત્પાદકોને વહેંચે છે.

સરકારી યોજનોઓ અને સરકારી નોકરી ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ : http://whatsappwebsitelink.blogspot.com

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

ફેસબુક પેજ – Facebook