આયશાને મળ્યો ન્યાય! : આઈશા આપઘાત કેસમાં આરોપી પતિ આરિફની રાજસ્થાનથી ધરપકડ, આજે અમદાવાદ લવાશે..

2822
Published on: 2:19 pm, Tue, 2 March 21
આપઘાત કેસ
♦ તું તો મારું સ્પેરવ્હીલ છે, હું બીજીને પ્રેમ કરું છું’, આઈશા સાથે રૂમમાં હોય ને આરિફ તેની લવરને વીડિયો-કોલ કરતો
પતિ આરિફના રાજસ્થાનની અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધ આઈશાને આત્મહત્યા સુધી લઈ ગયો
પ્રેમિકા સાથે મોજ-શોખ કરવા આરિફ સસરા પાસે દહેજની માગણી કરતો : આઈશાના વકીલ
ગર્ભવતી આઈશાને ઘરે મૂકી આરિફ જતો રહ્યો ત્યારે ડિપ્રેશનને કારણે તેને ગર્ભપાત થઈ ગયો હતો

માસૂમ આઈશાનો આત્મહત્યા પહેલાંનો વીડિયો જોઈને ભલભલા કઠણ કાળજાના માનવીની પણ આંખો ભીની થઈ ગઈ છે. સમગ્ર ભારતમાં આજે લોકોના મોબાઈલમાં આઈશાના આ વીડિયોએ સંવેદનાના એકેએક તાર ઝણઝણાવી દીધા છે, પરંતુ આઈશાના એ વિડિયોમાંના સ્મિતની પાછળ કેટલું દરદ છે એ હવે ધીરે-ધીરે બહાર આવી રહ્યું છે. આરિફની સામે આઈશાનો કેસ લડનાર વકીલે ઘટસ્ફોટ કર્યો છે કે આરિફના રાજસ્થાનની એક યુવતી સાથેના સંબંધને કારણે જ આઈશા તણાવમાં રહેતી હતી અને છેવટે આ પગલું ભર્યું હતું. લગ્નના બે મહિનામાં જ આરિફનું પોત પ્રકાશ્યું હતું અને આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો-કોલ પર પ્રેમાલાપ કરતો હતો. આ પ્રેમિકા સાથે મોજમજા કરવા કારણે આરિફ ઘણીવાર આઈશાને પિતાના ઘરે મૂકી ગયો હતો. આઈશાના આપઘાત માટે આરિફના લગ્નેતર સંબંધ જ જવાબદાર હતા.

પતિ આરિફના ત્રાસથી કંટાળીને આઈશાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો.

ગરીબ પિતાનાં માન-ઈજ્જત માટે આઈશા સંઘર્ષ કરતી રહી
આઈશાની આત્મહત્યા અને એની થોડીક ક્ષણો પહેલાં અમદાવાદ રિવરફ્રન્ટ પર લીધેલા વીડિયોએ આજે સહુને હચમચાવી દીધા છે. જોકે તેનો સંઘર્ષ તો લગ્નના બે મહિનામાં જ શરૂ થઈ ગયો હતો. આઈશા લગ્ન બાદ માત્ર આરિફને જ પ્રેમ કરતી હતી, પણ આરિફને અન્ય યુવતી ગમતી હતી. તેણે આ વાત આઈશાને લગ્ન પહેલાં કરી નહોતી. બિચારી આઈશા ગરીબ પિતાનાં માન અને ઈજ્જત માટે સતત સંઘર્ષ કરતી રહી, પરંતુ બીજી તરફ, આરિફ અને તેનો પરિવાર માત્ર લાલચમાં જ રહ્યો હતો.

લગ્ન સમયે પૂરતું કરિયાવર આપ્યું છતાં સાસરીમાં આઈશાને સુખ ન મળ્યું
આઈશાના વકીલ ઝફરખાન પઠાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આઈશા ભણવામાં ખૂબ હોશિયાર હતી અને માતા-પિતાની લાડકી દીકરી હતી. આરિફ તેમના પરિવારનો નજીકનો સંબંધી હતો અને પરિવાર માનતો હતો કે લગ્ન બાદ દીકરી સુખી થશે એટલે તેના લગ્ન આરિફ સાથે કરાવ્યા હતા. લગ્ન સમયે આયેશાના પિતાએ બને એટલી તમામ વસ્તુઓ દીકરીને આપી, પણ તેમને તરત જ આરીફ અને તેના પરિવારની લાલચનો અંદાજો નહોતો. બીજી તરફ, આરિફ પણ હંમેશાં આઈશાને કહેતો કે તું મારું સ્પેરવ્હીલ છે. હું કોઈ બીજીને પ્રેમ કરું છું. એટલું જ નહીં, નફ્ફટાઈની તમામ હદ વટાવીને તે આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વાત કરતો હતો.

આઈશાએ આપઘાત કર્યો એ પહેલાં એક વીડિયો બનાવ્યો હતો, બાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું

આરિફના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલી ગર્ભવતી આઈશાનું બાળક મરી ગયું
આ બધાની વચ્ચે આરિફ એકવાર આઈશાને અમદાવાદ મૂકી ગયો હતો. એ સમયે આઈશા ગર્ભવતી હતી, પણ આરિફે કહ્યું હતું કે તમે દોઢ લાખ આપો તો જ હું આઈશાને લઈ જઈશ. આરિફના આવા વલણથી આઈશા ડિપ્રેશનમાં આવી ગઈ અને તેને બ્લીડિંગ થવા લાગ્યું હતું, જેને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. વધુપડતું લોહી વહી જતાં તેનું ઓપરેશન કરવું પડ્યું અને તેના બાળકનું ગર્ભમાં જ મરણ થયું હતું. આ પછી પણ આઈશાના પરિવારને દિલાસો આપવાના બદલે આરિફ અને તેનાં પરિવારજનો રૂપિયાની માગ કરતાં હતાં.

આયશાએ મોતની છલાંગ લગાવતા પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. જે સમગ્ર દેશમાં વાયરલ થયો છે. જેના કારણે લોકો આત્મહત્યા કેમ કરે છે? તેવા અનેકો સવાલ સામે આવી રહ્યા છે. ત્યારે, આ મુદ્દે અમદાવાદના જાણીતા મનોચિકિત્સક પાર્થ વૈષ્ણવ સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેમણે આ તમામ સવાલોના વિગતવાર જવાબ આપ્યાં. સાથે જ કઈ રીતે આત્મહત્યાના બનતા બનાવોને અટકાવી શકાય તે અંગે પણ વાત કરી.

No description available.

આ કેસમાં પતિ આરીફની ક્રૂરતા એ તો હદ વટાવી દીધી હતી. આયેશાના હસતા હસતા આત્મહત્યા કરવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દેશભરમાં તેના પર ફિટકાર વરસી રહી હતી. તેને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છે. તેમજ માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશ આયેશા સાથે થયેલા અન્યાય બદલ ન્યાયની માંગણી કરી રહ્યો હતો.વટવાની યુવતી આયેશા મકરાણીને આત્મહત્યા માટે મજબૂર કરનારા તેના પતિ આરિફ ખાનની રાજસ્થાનના પાલીમાંથી ધરપકડ કરી છે. અમદાવાદ પોલીસ બે દિવસથી રાજસ્થાનમાં આરિફની શોધખોળ કરી રહી હતી. સોમવારે મોડી રાત્રે પાલીમાં સંબંધીના લગ્નપ્રંસગમાંથી આરિફને ઝડપી લેવાયો હતો. રે આજે તેને અમદાવાદ લાવવામાં આવશે.

21 ઓગસ્ટે સાસરિયા વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી

બીજી તરફ આયેશાના પિતાએ પણ આરિફ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે, આરિફને અન્ય યુવતીઓ સાથે આડા સંબંધ હતા અને તેની વારંવાર પૈસાની માગણીઓને કારણે મનમાં લાગી આવતા આયેશાને મિસકેરેજ પણ થઈ ગયું હતું.આયેશાના પિતા લિયાકતઅલી મકરાણીએ આરિફ સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે, લગ્નના થોડા સમય બાદ આયેશા ગર્ભવતી થતા તેને આશા હતી કે તેનો પતિ આ સાંભળીને ખુશ થશે, પરંતુ આરિફેે તેને પિયરમાંથી રૂપિયા લઈ આવવા દબાણ કર્યું હતું. આથી આયેશાને મનમાં ખૂબ રંજ થયો હતો, તેની તબિયત લથડતા તેનું મિસકેરેજ થયું હતું. ત્યાર બાદ સમાજના વડીલોની મધ્યસ્થી અને દોઢ લાખ રૂપિયા આપતા આરિફ આયેશાને તેડી ગયો હતો. સમયાંતરે આરિફ અને તેનાં માતાપિતા તથા બહેન દહેજ મામલે આયેશાને પરેશાન કરતાં હતાં અને અવારનવાર પિયરે મોકલી દેતાં હતાં. આ મામલે કોઈ નિકાલ ન આવતા અંતે આયેશાએ તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ગત 21 ઓગસ્ટે ફરિયાદ નોંધાવી હતી.

આયેશા આપઘાત કેસ: આરોપી પતિને અમદાવાદ લવાયો, પત્નીના મોતનો કોઈ રંજ ન હોય તે રીતે હસતા મોઢે પોઝ આપ્યો

પતિના આડાસંબંધ, સતત પૈસાની માગણીથી લાગી આવતાં આઈશાને મિસ્કેરેજ થયાનો પિતાનો આક્ષેપ

આઈશાના પિતા લિયાકતઅલી મકરાણીએ આરિફ સામે ગંભીર આક્ષેપો કરતાં કહ્યું છે કે લગ્નના થોડા સમય બાદ આઈશા ગર્ભવતી થતાં તેને આશા હતી કે તેનો પતિ આ સાંભળીને ખુશ થશે, પરંતુ આરિફેે તેને પિયરમાંથી રૂપિયા લઈ આવવા દબાણ કર્યું હતું, આથી આઈશાને મનમાં ખૂબ રંજ થયો હતો, તેની તબિયત લથડતાં તેનું મિસ્કેરેજ થયું હતું. ત્યાર બાદ સમાજના વડીલોની મધ્યસ્થી અને દોઢ લાખ રૂપિયા આપતાં આરિફ આઈશાને તેડી ગયો હતો. તેમ છતાં સમયાંતરે આરિફ અને તેનાં માતા-પિતા તથા બહેન દહેજ મામલે આઈશાને પરેશાન કરતાં હતાં અને અવારનવાર પિયરે મોકલી દેતાં હતાં.

‘72 મિનિટની વાતચીતમાં આરિફે આઈશાને ઉશ્કેરી ના હોત તો તે બચી ગઈ હોત’

આઈશાએ આરિફ સાથે લગભગ 72 મિનિટ સુધી વાતચીત કરી હતી, જેમાં આરિફે વારંવાર તેની સામે કરેલી ફરિયાદ ખેંચવા દબાણ કર્યું હતું અને તેડી જવાની સ્પષ્ટ ના પાડી હતી. એક તબક્કે આઈશાએ આત્મહત્યા કરી લઈશ તેમ કહેતાં આરિફે ‘કાલે મરતી હોય તો આજે મરી જા, મને કોઈ ફરક પડતો નથી, પરંતુ તું મરતાં પહેલાં વીડિયો બનાવી મોકલજે, જેથી મારા પર આરોપ ન આવે.’ એમ કહ્યું હતું. ત્યાર બાદ આઈશાએ માતા-પિતા સાથે વાત કરી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317