14 એપ્રિલથી લગ્નપ્રસંગમાં માત્ર આટલા લોકોને જ મંજૂરી, તમામ જાહેરસભા પર પ્રતિબંધ : CM રૂપાણી..

3392
  • હાઇકોર્ટમાં સુનાવણી બાદ સીએમ રૂપાણીએ કર્યું સંબોધન 
  • બેડ, ટેસ્ટ અને રેમડેસિવિર ત્રણેય વધારવામાં આવ્યા છે : સીએમ રૂપાણી 
  • રાજ્યમાં એપ્રિલ-મે મહિનામાં આવતા તમામ તહેવારોની જાહેરમાં ઉજવણી પર અને ટોળા એકઠાં કરવા પ્રતિબંધ
  • આગામી દિવસોમાં વધુ બેડ વધારવામાં આવશે. : સીએમ રૂપાણી

રાજ્યમાં કોરોના વાઇરસની  સ્થિતિ અંગે હાઇકોર્ટે ઝાટકી લીધા બાદ આજે સાંજે સરકારનો પક્ષ રજૂ કરવા માટે સીએમ રૂપાણી ફેસબૂક પર લાઇવ થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ લાઇવ દ્વારા સરકારનો પક્ષ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તબીબોને અનુરોધ છે કે કારણ વગર રેમડેસિવીર ન લખે. રેમડેસિવીર બનવાની પ્રોસેસ 15 દિવસની છે અને સરકાર ગેમ તેમ કરીને રોજનાં 25,000 ઇન્જેક્શન એકઠાં કર્યા છે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટા નિયમો જાહેર કર્યા છે. હવે પછી રાજ્યમાં સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીમાં 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. 50 ટકા સ્ટાફ ઑલ્ટરનેટિવ ડે સાથે કામ કરે તેવો નિયમ આજથી જાહેર કરવામાં આવ્યો છે જ્યારે લગ્નમાં જાહેર કાર્યક્રમો નહીં થઈ શકે અને લગ્ન સમારંભની મર્યાદા 50 વ્યક્તિની કરવામાં આવી છે.

CM RUPANI TAKES BIG DICISIONS AFTER CORONA VIRUS OUTBREAK

લગ્નમાં 50 લોકો જ ભેગા થઈ શકશે : સીએમ રૂપાણી 

14 એપ્રિલથી ગુજરાતમાં લગ્નમાં વધુમાં વધુ 50 જ લોકોને હવે ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે. સીએમ રૂપાણીએ જાહેરાત કરી કે દરેક પ્રકારના જાહેર સમારંભ અને બર્થડે પાર્ટીઓ પર પ્રતિબંધ કરવામાં આવે છે. એપ્રિલ અને મે મહિનામાં બધા જ તહેરવારોની ઉજવણી પર પ્રતિબંધ રહેશે.

એપ્રિલમાં 2.14 લાખ રેમડેસિવીર આવ્યા અને સરકારે છેલ્લા 10 દિવસમાં સવા લાખ આપ્યા. સરકાર ચારેય તરફથી રિસોર્સિમાંથી ભેગા કરી અને સવા 3 લાખ ઇન્જેક્શન આપ્યા છે. ગુજરાત ફાર્માસ્યૂટિકલનું હબ હોવાના કારણે અમને પણ રોજ બહાર આવે છે. રેમડેસિવીર રોજના 25,000 સરકારને મળે છે. સરકારે લગભગ દર્દીઓ સુધી પહોંચાડવામાં સફળ થયા છે. ઝાયડસને અભિનંદન આપ્યા છે.

ઓફિસમાં 50 ટકા સ્ટાફ 

આ સિવાય સીએમ રૂપાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે રાજ્યની સરકારી,અર્ધ સરકારી અને બોર્ડ નિગમ અને ખાનગી હોસ્પિટલમાં 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે.

વિજય રૂપાણીએ કહ્યું કે હું કેડિલાને અભિનંદન આપીશ જેના કારણે મોટા ભાગના લોકોને ઈંજેક્શન મળી શક્યા. લોકોને કહેવાય માંગુ છું કે ઈંજેક્શન બધાને આપવાની જરૂર નથી, એટલે સરકારે નક્કી કર્યું છે કે કોવિડના સિરિયસ દર્દીઓને પહેલા ઈંજેક્શન આપવામાં આવે. આપણે આશા રાખીએ કે કોરોના કંટ્રોલ આવે, પરંતુ જો કેસ વધે તો આપણે રિસોર્સ નક્કી કરીએ અને તેનો ઉપયોગ કરી શકીએ. સીએમ રૂપાણીએ અપીલ કરતાં કહ્યું કે ડૉક્ટરો કામ વગર પ્રીસ્ક્રિપ્શન ન લખે..

વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર મને વિશ્વાસ છે તેઓ મંજૂરી આપશે. સુરતે છેલ્લા 15 દિવસમાં 3000 બેડ વધાર્યા છે. બેડ વધારવાની સાથે તબીબોનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફની તાબડતોડ ભરતી કરી છે. રાજકોટમાં 63 ધનવંતરી રથ અને 25 સંજીવની રથ ચાલે છે. રાજકોટમાં આગામી 10 દિવસમાં 2400 બેડ વધારી રહ્યા છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317