અમદાવાદ: કુખ્યાત પ્રદીપ ઉર્ફે માયા ડોનની તેના જ બનેવીએ તલવારોના ઘા ઝીંકી કરી હત્યા

1681
Published on: 3:23 pm, Sat, 12 December 20
અમદાવાદ  ગુજરાત
અમદાવાદના કુખ્યાત પ્રદીપ ઉર્ફે માયાભાઇની મધરાતે તલવારોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.

અગાઉના ઝઘડામાં સમાધાન બાદ હત્યા કરાઈ હોવાનું હાલ મનાઈ રહ્યુ છે. ઘર કા ભૈદી લંકા ડાયેની જેમ બનેવીએ જ સાળાને પતાવી દીધો હોવાનું સામે આવ્યો છે.

શહેરના કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોન ની જાહેરમા હત્યા થઈ છે. સાળા બનેવીના ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો હતો. સોલા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે કુખ્યાત માયા ડોનની હત્યા થતા જ વિસ્તારના લોકો અને પોલીસે રાહતનો દમ લીધો છે. માથાભારે શખ્સની તલવાર થી ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી છે. માયા ડોનની હત્યાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો અંત આવ્યો છે. પ્રદીપ ડોનની હત્યા હત્યા તેના જ કુંટુંબી બનેવીએ કરી હોવાનું સામે આવતા શેરની માથે સવા શેરની કહેવત સાચી ઠરી છે.

રાતના 2 વાગ્યા આસપાસ તલવારોના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉના ઝઘડામાં સમાધાન બાદ અનિષ પાંડે નામના શખ્સે હત્યા કરી હોવાનો આરોપ છે. માયા ડોન વિરુદ્ધ વટવામાં  ફરિયાદ નોંધાઈ હતી. ખેડૂત પાસે રૂ.50 લાખની ખંડણી માંગી હતી. અપહરણ અને ખંડણીના અનેક ગુના નોંધાયા હતા. એ સિવાય પણ આસપાસના લોકોને માયાડોનની પજવણી હોવાની ચર્ચાઓ જોર પકડ્યુ છે.

 પોતાની દાદાગીરીથી લોકોમાં દહેશત ઊભી કરીને ગુંડાગીરીનું સામ્રાજ્ય બનાવનાર ચાણક્યપુરીના પ્રદીપ ઉર્ફે માયા ડોન યાદવની તેના જ ઘરમાં ઘૂસીને પાંચથી વધુ શખ્સોએ વહેલી સવારે ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી.

બનેવીએ સાળાને પતાવી દીધો

માયા ડોન અને અનિષ પાંડે સાળો બનેવી હતા તેવું સામે આવ્યું છે.  બંને વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી જેમાં બનેવીએ જ સાળાને પતાવી દીધો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

બે મહિના પહેલા 50 લાખની ખંડણી માંગનાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની હત્યા બાદ તપાસમાં સામે આવ્યું કે તેની સામે 15થી વધુ ગુના નોંધાયા હતા. પ્રદીપ પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયો હતો. હત્યા કરનાર અનીષ પાંડે પ્રદીપ યાદવનો કૌટુંબિક બનેવી થાય છે.

 વહેલી સવારે ખેલાયેલા ખૂની ખેલની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી. પોલીસે પ્રદીપની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ કેસમાં પોલીસે રાહુલ અને અમાવસની અટકાયત છે. પ્રદીપ ઉર્ફે માયા ડોન કુખ્યાત ગુનેગાર હતો. તેની વિરુદ્ધ અપહરણ, ખડણી, હત્યાના પ્રયાસના અનેક ગુના નોંધાયા છે. સોલા પોલીસે હત્યાના ગુનાના મુખ્ય સૂત્રધાર અનિષ પાંડે અને તેના સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.

પોતાની દાદાગીરીથી લોકોમાં દહેશત ઊભી કરીને ગુંડાગીરીનું સામ્રાજ્ય બનાવનાર ચાણક્યપુરીના પ્રદીપ ઉર્ફે માયા ડોન યાદવની તેના જ ઘરમાં ઘૂસીને પાંચથી વધુ શખ્સોએ વહેલી સવારે ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી.

વહેલી સવારે ખેલાયેલા આ ખૂની ખેલમાં હત્યા કરનાર પ્રદીપનો કૌટુંબિક બનેવી છે. પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયેલો પ્રદીપ પોલીસ સ્ટેશનમાં પણ માથા પછાડીને આંતક મચાવતો હતો. આજે સવારે ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પુરષોતમનગર વિભાગ-2માં રહેતા પ્રદીપ ઉર્ફે માયા ડોનના ઘરમાં બનેવી અનીષ પાંડે સહિત કેટલાક લોકો તલવારો લઇને આવ્યા હતા તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલા બાદ લોહીથી લથપથ હાલતમાં પ્રદીપ પોતાનો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડ્યો હતો. અહીં તે જમીન પર ઢળી પડ્યો હતો. વહેલી સવારે ખેલાયેલા આ ખૂની ખેલના કારણે પુરષોતમનગરમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બીજી તરફ ડોનની હત્યાથી દહેશતનો પણ અંત આવ્યો હતો.

 વહેલી સવારે ખેલાયેલા આ ખૂની ખેલમાં હત્યા કરનાર પ્રદીપનો કૌટુંબિક બનેવી છે. પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયેલો પ્રદીપ પોલીસ સ્ટેશનમાં પણ માથા પછાડીને આંતક મચાવતો હતો. આજે સવારે ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પુરષોતમનગર વિભાગ-2માં રહેતા પ્રદીપ ઉર્ફે માયા ડોનના ઘરમાં બનેવી અનીષ પાંડે સહિત કેટલાક લોકો તલવારો લઇને આવ્યા હતા તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે પ્રદીપે અનીષ પાંડેના મિત્ર અજયને માર માર્યો હતો જેના કારણે મોડી રાત્રે બે વાગ્યા સુધી પ્રદીપના ઘરે અનીષ પાંડેનો ઝઘડો ચાલ્યો હતો. મોડી રાત્રે અનીષ પાંડે, અજય, રાહુલ અમાવસ સહિતના લોકોએ પ્રદીપની હત્યા કરવાની કવાતરું ધડ્યું હતું અને વહેલી સવારે આશરે 10 કરતા વધુ લોકો તલવારો લઇને પહોંચ્યા હતા અને પ્રદીપનું ઢીમ ઢાળી દીધુ હતું.

વહેલી સવારે ખેલાયેલા ખૂની ખેલની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી. પોલીસે પ્રદીપની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ કેસમાં પોલીસે રાહુલ અને અમાવસની અટકાયત છે. પ્રદીપ ઉર્ફે માયા ડોન કુખ્યાત ગુનેગાર હતો. તેની વિરુદ્ધ અપહરણ, ખડણી, હત્યાના પ્રયાસના અનેક ગુના નોંધાયા છે. સોલા પોલીસે હત્યાના ગુનાના મુખ્ય સૂત્રધાર અનિષ પાંડે અને તેના સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ