આઈશાના મોતનો પતિ આરિફને કોઈ જ રંજ નહિ, આંખમાંથી એક આંસુ પણ ન સર્યું, આયેશાની નાની બહેનની તબિયત લથડી

1066
Published on: 6:59 pm, Wed, 3 March 21
  • આરિફે કહ્યું, આઈશાના ગર્ભપાત પછી ઝઘડા શરૂ થઈ ગયા હતા
  • આઈશાએ મોતની 10 મિનિટ પહેલા આરોપી પતિ સાથે બાળક અંગે વાતચીત કરી હતી

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પરથી કૂદીને આપઘાત કરનાર આયેશા કેસમાં આરોપી પતિની ધરપકડ બાદ હવે આરોપી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયો છે. ત્યારે આયેશાના પિતાએ આક્ષેપ કર્યો કે, આરીફ આયેશાના ક્ર્યુરોટિન બાબતે ઝગડા કરતો હતો. આરીફ અને આયેશાના એક ભાઈ સામે આક્ષેપ કરતો રહેતો હતો. આટલું જ નહિ આયેશાની એક બહેનની આ આઘાતને કારણે તબિયત લથડી અને બ્રેઇન સ્ટ્રોક આવતા તેને હૉસ્પિટલ ખસેડાઇ હોવાનું આ કેસમાં મદદ કરનાર મયૂદ્દીન ભાઈ અને વકીલે જણાવ્યું છે.

આઈશા

વટવા વિસ્તારમાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આયેશાએ પતિ અને તેના સાસરિયાઓના ત્રાસથી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી પતિ આરીફની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી હતી. પોલીસે આરીફને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો. આરીફને કોર્ટમાં રજૂ કરવાના હતા એ પહેલાં આયેશાને ન્યાય મળે તેના માટે  આયેશાના પિતા સવારે આયેશાની કબર પર દુઆ માગીને આવ્યા હતા.

આયશાની કબ્રના ફૂલ મુર્જાયા નથી ત્યાં મોટી બહેનને આઘાતમાં બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાની માહિતી મળી છે. આ બહેનને સેટેલાઇટ ખાતે એક હૉસ્પિટલમાં ખસેડી હોવાનું આયશાના પિતાને મદદ કરનાર મયૂદ્દીન ભાઈએ જણાવ્યું છે. નાની બહેનને ગુમાવવાના દુઃખમાંથી પરિવાર હજી બહાર નથી આવ્યો ત્યાં એક મોટી બહેનને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આઈશાએ પતિ આરિફ બાબુખાન ગફુરજી, તેનાં માતા-પિતા અને બહેન વિરુદ્ધ વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી એક વર્ષથી આઈશા તેના પિતાના ઘરે જ રહેતી હતી.

આત્મહત્યાના દિવસથી ઘરેથી ભાગી ગયો હતો

આઈશાએ આત્મહત્યા કર્યા બાદ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની એક ટીમ આરિફને પકડવા તેના વતન રાજસ્થાનના ઝાલોર પહોંચી હતી. જોકે આઈશાએ આત્મહત્યા કરી ત્યારથી આરિફ ઘર છોડીને ભાગી ગયો હતો. મંગળવારે પાલીમાં તેની બહેનના ઘરેથી ઝડપાયો હતો.

આવા પતિઓ સામે કાયદાનો સહારો લો: ઓવૈસી

આઈશાની આત્મહત્યા અંગે એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ આવા દહેજ ભૂખ્યા પતિઓને લાત મારીને કાયદાનો સહારો લે. પત્નીને ઘરમાં દહેજ માટે મારીને લોકો બહાર પોતાને ફરીશ્તા કહેવડાવે છે, પરંતુ તેઓ દુનિયાને મૂરખ બનાવી શકે છે, અલ્લાહને નહિ.

આરિફના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલી ગર્ભવતી આઈશાનું બાળક મરી ગયું

આ બધાની વચ્ચે આરિફ એકવાર આઈશાને અમદાવાદ મૂકી ગયો હતો. એ સમયે આઈશા ગર્ભવતી હતી, પણ આરિફે કહ્યું હતું કે તમે દોઢ લાખ આપો તો જ હું આઈશાને લઈ જઈશ. આરિફના આવા વલણથી આઈશા ડિપ્રેશનમાં આવી ગઈ અને તેને બ્લીડિંગ થવા લાગ્યું હતું, જેને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. વધુપડતું લોહી વહી જતાં તેનું ઓપરેશન કરવું પડ્યું અને તેના બાળકનું ગર્ભમાં જ મરણ થયું હતું. આ પછી પણ આઈશાના પરિવારને દિલાસો આપવાના બદલે આરિફ અને તેનાં પરિવારજનો રૂપિયાની માગ કરતાં હતાં.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317