ધોળકા-બગોદરા હાઈવે પર CNG રિક્ષા અને કાર સામસામે ટક્કર, દોઢ વર્ષનું બાળક સહીત ચાર લોકોનાં મોત..

2459
Published on: 6:44 pm, Tue, 15 December 20

અમદાવાદ અકસ્માત

ધોળકા-બગોદરા હાઈવે પરના ખાનપુર ફાટક પાસે CNG રિક્ષા અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચારના મોત થયા હતા અને ત્રણ લોકોને ઇજા થઇ છે. ધોળકા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

રાજ્યમાં અકસ્માત ના દરરોજ અનેક બનાવો બનતા હોય છે. આવા જ એક અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ધોળકા-બગોદરા હાઇવે પર ખાનપુર પાટીયા પાસે એક કાર (Car) અને CNG રીક્ષા વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. મૃતકોમાં બે પુરુષ, એક બાળક અને એક કિશોરીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. તમામ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.

 આ મામલે ધોળકા ગ્રામ્ય પોલીસે વધારે તપાસ શરૂ કરી છે. અકસ્માત ખાનપુર ફાટક નજીક બન્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનું તો જાણે પડીકું વળી ગયું હતું. રિક્ષાની જે તસવીરો સામે આવી છે તેના પરથી અકસ્માત કેટલો ગંભીર હશે તેનો અંદાજ લગાવી શકાય છે. અકસ્માતમાં ચાર લોકોનાં ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઊડી ગયા હતા. જ્યારે ઘાયલ લોકોને 108 મારફતે સારવાર માટે ખસેડામાં આવ્યા છે.

મૃતક પૈકી એક દોઢ વર્ષનું બાળક

મૃતકમાં 14 વર્ષીય સગીરા, દોઢ વર્ષનું બાળક અને બે પુરુષ સહિત ચારના મોત છે. બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માતમાં કુલ 3 લોકોને ઈજાઓ પહોંચી હતી.

 ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસકાલ ગામે પણ એક કમકમાટીભર્યો અકસ્માત થયો છે. આ અકસ્માતને પગલે બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થતા કુલ 3 યુવકોનાં મોત થયા છે. રાઠવા સમુદાય યુવાનોનાં મોતના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે નાનકડા ગામમાં ત્રણ-ત્રણ આશાસ્પદ યુવકના મોતથી ગમગીની છે.

અકસ્માતને પગલે લાલ રંગની કારના બોનેટના પણ ફૂરચા નીકળી ગયા છે. મૃતકોમાં 14 વર્ષીય સગીરા, એક દોઢ વર્ષનું બાળક અને બે પુરુષનો સમાવેશ થાય છે. બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માતમાં કુલ 3 લોકોને ઈજાઓ પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસકાલ ગામે પણ એક કમકમાટીભર્યો અકસ્માત થયો છે. આ અકસ્માતને પગલે બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થતા કુલ 3 યુવકોનાં મોત થયા છે. રાઠવા સમુદાય યુવાનોનાં મોતના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે નાનકડા ગામમાં ત્રણ-ત્રણ આશાસ્પદ યુવકના મોતથી ગમગીની છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ